તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • A Fan's Mistake Caused A Major Mishap In The Tour De France, With One Cyclist After Another Falling; Serious Injuries Also Arrived

ફ્રાન્સની સાઇકલ રેસમાં થઈ જોવાજેવી:એક ફેનની ભૂલના કારણે ટૂર દે ફ્રાન્સમાં મોટી દૂર્ઘટના સર્જાઈ, એકપછી એક બધા સાઇકલ સવાર ટપો ટપ પડવા લાગ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી પછી ફરીથી જન-જીવન સામાન્ય થઈ રહ્યું છે. ફ્રાન્સની સાઇકલ રેસ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. તેવામાં અત્યારે ટૂર દે ફ્રાન્સની શરૂઆત થઈ ચૂકી છે. પંરતુ મેચની ઓપનિંગ પહેલા જ આ રેસ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મેચમાં એક સાથે લગભગ તમામ સાઇકલ ચાલકો એકબીજા સાથે અથડાઇ ગયા હતા. દુર્ઘટનામાં ઘણા સ્પર્ધકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જુઓ સમગ્ર સાઇકલ રેસની તસવીરો.....

આટલો ભયાનક ક્રેશ ક્યારેય નહીં જોયો હોય
ફ્રાન્સની ફેમસ સાઇકલ રેસની શરૂઆત 2 મોટી દુર્ઘટનાથી થઈ છે. આ રેસની પહેલી દુર્ઘટના જંબો-વિસ્મા સવાર ટોની માર્ટિનના કારણે ઘટી હતી. સાઇકલ ચલાવતા સમયે તે એક સાઇન બોર્ડ સાથે અથડાઈ ગયો હતો. સમર્થકે પણ રેસમાં સ્પર્ધકોની સવારી આવતા જોઇ નહતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સાઇકલ સવાર મોર્ટિન પૂરપાટ ઝડપે આવ્યો હતો જેથી એની ટક્કર દર્શક સાથે થઈ અને જેના કારણે તેની પાછળ આવતા તમામ સ્પર્ધકો એકપછી એક પડતા રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ ભડક્યા
આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે આવા વિચિત્ર દર્શકોને તો રેસ જોવા માટે અનુમતિ જ ના આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...