• Gujarati News
  • Sports
  • A Collision With A Teammate Resulted In A Nosebleed, But Continued To Play And Fell To The Field

ઈરાનના ગોલકીપર મેચ દરમિયાન મેદાન પર ઢળી પડ્યો:સાથી ખેલાડીની સાથે ટકરાવાથી નાકમાંથી લોહી વહેવા લાગ્યું, છતાં રમવાનું ચાલુ રાખ્યા પછી મેદાનમાં જ પડી ગયો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કતારમાં રમાઈ રહેલા FIFA વર્લ્ડ કપમાં ઈરાનની ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઇંગ્લેન્ડે ઈરાનને 6-2થી પરાજય આપ્યો હતો. આ દરમિયાન મેચમાં ઘટના બની હતી. ઈરાનની ગોલકીપર અલિર્ઝા બૈરનવંદ પોતાના સાથી ખેલાડી સાથે જ અથડાઈ ગયો હતો. જેના કારણે તેની નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આના કારણે થોડીવાર સુધી મેચને રોકવી પડી હતી.

અલિર્ઝા બૈરનવંદ લોડી નીકળ્યા પછી પણ મેદાનમાં પટ્ટી બાંધીને રમતો રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી તે મેદાનમાં રમતા-રમતા ઢળી પડ્યો હતો. આ પછી તેને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ગેમની 9મી મિનિટે જ અથડાયો
મેચ શરૂ થયાની 9મી મિનિટે જ ઈરાનના ગોલકીપર અલિર્ઝા ઇંગ્લેન્ડના રાઇટ ફોરવર્ડ પ્લેયર સાઇડથી આવતા ગોલને બચાવવાના પ્રયાસ કર્યો હતો. ત્યારે જ તેની ટીમના સાથી ખેલાડી માજિદ હુસૈની આવી ગયો હતો. ત્યારે અલિર્ઝા માજિદ હુસૈની સાથે ટકરાયો હતો, અને તે પછી મેદાન પર પડી ગયો હતો.

3 ફોટોઝમાં જુઓ, કેવી રીતે ટકરાયા ઈરાનના પ્લેયર્સ...

7 મિનિટ સુધી રમતને રોકવી પડી
આ ઘટનાના કારણે અંદાજે 7 મિનિટ સુધી મેચને રોકવી પડી હતી. ઈરાનની ટીમની મેડિકલ ટીમે ગ્રાઉન્ડમાં આવીને તેની સારવાર કરી હતી. આ પછી મેચ ફરી શરૂ થઈ હતી.

ઈજા પછી રમવાનું ચાલુ રાખ્યું
ફિફાના ઈજાના નિયમો અનુસાર, માથા અને મોંમાં ગંભીર ઈજાઓ માટે ખેલાડીને તાત્કાલિક સ્થાનાંતરિત કરવાની જરૂર છે, પરંતુ ગોલકીપરે પાટો બાંધ્યા પછી તે ઊભો થઈ ગયો હતો. તેણે મેડિકલ ટીમને કહ્યું હતું કે તે ઠીક છે અને મેચ રમી શકે છે. આ પછી તેણે ગેમ રમવાનું ચાલુ રાખ્યું. જોકે થોડીવાર પછી તે ગ્રાઉન્ડમાં પડી ગયો હતો.

પહેલા હાફમાં 14 મિનિટનો ઈંજરી ટાઇમ થયો
ઈજા પહોંચ્યા પછી ગોલકીપરે રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે પહેલા હાફની 17મી મિનિટે જ તે મેદાન પર પડી ગયો હતો. તેની જગ્યાએ સબ્સ્ટીટ્યૂટ ગોલકીપર હોસેન હુસૈની ગ્રાઉન્ડમાં આવ્યો હતો. ગોલકીપરને ઈજા પહોંચવાના કારણે પહેલા હાફના એન્ડમાં 14 મિનિટ સુધી મેચને રોકવી પડી હતી.

રંગભેદની વિરૂદ્ધ ઇંગ્લેન્ડનો 'ની-ડાઉન'
મેચ શરૂ થતા પહેલા ઇંગ્લેન્ડના બધા જ પ્લેયર્સ એકસાથ પોતાના એક ઘૂંટણે બેસ્યા હતા. ઇંગ્લેન્ડના પ્લેયર્સ કિક-ઑફની પહેલા અંદેજા 3 સેકેન્ડ સુધી આવી રીતે બેઠા હતા. ઇંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડ કપમાં રંગભેદ અને ભેદભાવની વિરૂદ્ધ પ્રોટેસ્ટ કરી રહી છે. જેના કારણે બધા જ પ્લેયર્સે મેચ દરમિયાન આવી રીતે વિરોધ બતાવ્યો હતો.