તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • A Charity Match Is Played On A Floating Football Field In The Philippines To Protect Poor Children From Crime terrorists

ભાસ્કર વિશેષ:ગરીબ બાળકોને ગુના-આતંકવાદીઓથી બચાવવા ફિલિપાઈન્સમાં પાણીમાં તરતા ફૂટબોલના મેદાન પર ચેરિટી મેચ રમાડવામાં આવે છે

માલુસો10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેલ્સનું એનજીઓ બાળકોને રમતમાં આગળ વધારવા માટે ફ્લોટિંગ મેદાન પર ફૂટબોલ રમાડે છે

ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી 900 માઇલ દુર દક્ષિણમાં બેસિલન દ્વીપ સમુહનો એક ભાગ છે માલુસો. આ ફિલિપાઈન્સના સૌથી ગરીબ વિસ્તારોમાંથી એક છે. મનીલાથી અહીં સુધી પહોંચવા માટે 36 કલાકનો સમય લાગે છે. અહીં ગુનાહિત પ્રવૃત્તિઓ વધારે થાય છે.

અહીં બ્રિટનની એક ચેરિટી સંસ્થાએ પેસિફિક આઈલેન્ડના સુલુ સાગરમાં પાણીમાં તરતું એક ફૂટબોલ મેદાન બનાવ્યું છે. કમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના ભાગ રૂપે તેલનું ડ્રમ અને લાકડીના ફ્રેમની મદદથી આ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ બાળકોને ચોરી, ગુનો અને આતંકી પ્રવૃત્તિઓથી બચાવવાનો છે. વેલ્સનું આ ચેરિટી ગ્રુપ ‘ફૂટબોલ ફોર હ્યુમિનિટી’ ફિલિપાઈન્સના ફાઉન્ડેશન સાથે મળીને ગરીબ બાળકો માટે આ ફ્લોટિંગ મેદાન પર મેચ રમાડે છે.

‘ફૂટબોલ ફોર હ્યુમિનિટી’ ના ફાઉન્ડર ક્રિસ થૉમસ કહે છે, ‘અમે જરૂરિયાતમંદ બાળકો માટે કામ કરીએ છીએ. અહીં ગુનાઓ ઘણા વધારે થાય છે. અહીં બાળકોને ભ્રમિત કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં કરાવવામાં આવે છે. જેથી અમારો ઉદ્દેશ્ય અહીંના બાળકોને રમતના માધ્યમથી આગળ વધારવાનો અને તેમને ખોટા રસ્તે નહીં જવા દેવાનો છે.

અમે રમતથી થનાર ફાયદા જણાવીએ છીએ. આ બાળકોના માતા-પિતા પણ પોતાના બાળકોના ભવિષ્યને લઇને ચિંતિત છે. લોકો અહીં લાકડી પર બનેલ ઝૂંપડીમાં રહે છે. આ ગામમાં કોઇ સ્કૂલ નથી.’ આ ફ્લોટિંગ મેદાન પર ઘણા બાળકો અને યુવાનો રમવા આવે છે. જો બોલ પાણીમાં જતી રહે છે તો બાળકો બોટની મદદથી બોલને બહાર કાઢી લે છે.

અન્ય સમાચારો પણ છે...