• Gujarati News
  • Sports
  • 94's FC's Grand Victory In The Final Of The Under 15 Football Tournament; Beat The Progressive Boys 4 1

ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021:94’s FCનો અંડર-15 ફુટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભવ્ય વિજય; 4-1થી પ્રોગ્રેસિવ બોય્ઝની ટીમને હરાવી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સોકર ચેમ્પ્સ (ASC) દ્વારા આયોજિત ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021 અંડર-15 ફુટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 9 ઓક્ટોબરે પ્રોગ્રેસિવ બોય્ઝ અને 94’s FC વચ્ચે રમાઇ હતી, જેને 94’s FCએ 4-1થી જીતી લીધી હતી. આ બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ શનિવારે રાત્રે 8 વાગ્યે રશ સ્પોર્ટ્સ અરેના, GMDC ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે સેમિફાઇનલની જેમ 94's FCના આક્રમક પ્રદર્શનને કારણે આ મેચ પણ હાઇસ્કોરિંગ રહી હતી.

ASC ટૂર્નામેન્ટ કેવી રીતે આયોજિત કરે છે?
ભારતમાં આ વય જૂથના છોકરાઓ માટે આ પ્રથમ વખત હરાજી આધારિત ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ખેલાડીઓ સહિત તેમના માતા-પિતા પણ ખૂબ ઉત્સાહિત હતા. તેમને આ ટુર્નામેન્ટમાંથી ઘણો સારો અનુભવ મળ્યો હતો.

  • અમદાવાદ સોકર ચેમ્પ્સ અંડર-15 બોય્ઝ માટે હરાજી આધારિત ટૂર્નામેન્ટનું આયોજન કરે છે.
  • ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021માં 8 ટીમો અને 80 ખેલાડીએ ભાગ લીધો હતો.
  • આ ટૂર્નામેન્ટ 5 સપ્તાહથી વધુ સમયગાળા દરમિયાન રમાય છે. આમાં દરેક ટીમે 14 મેચ રમી હતી જેના પરિણામે સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચનું આયોજન થયું હતું.

ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરાયા
આ ટૂર્નામેન્ટ પછી ખેલાડીઓ અને તેમના કોચને ASC દ્વારા ઇનામો અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ- પર્વ ઠક્કર
  • બેસ્ટ ગોલકીપર- ઈશાન પરીખ
  • ગોલ્ડન બૂટ- નવ્યા રાઠી
  • બેસ્ટ ડિફેન્ડર- પલાશ ઠક્કર
  • બેસ્ટ ફિટનેસ પ્લેયર- હૃદય શેઠ
  • બેસ્ટ આસિસ્ટ પ્લેયર- અમીર હુસેન
  • ઈમર્જિંગ પ્લેયર- રુદ્ર પટેલ

અંડર-13 તથા અંડર-17 ટૂર્નામેન્ટનું આયોજન કરાશે
આ ટૂર્નામેન્ટ શહેરના ઊભરતા ફુટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટે તથા તેમના કૌશલ્યને વિકસાવવા માટે આયોજિત કરાય છે. તેવામાં ASC આને વધુ આકર્ષક અને રોમાંચક ઓળખ આપવા તથા ફુટબોલ ખેલાડીઓને યોગ્ય મંચ પુરૂ પાડવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં અંડર-13 તથા અંડર-17 બોય્ઝ માટે બીજી ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

અન્ય સમાચારો પણ છે...