તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 86% Of Indian Players Are Under The Age Of 30, Even 7 To 35+; Only 2 Medalists

ટોક્યો 2020માં ભારત:ભારતના 86% ખેલાડી 30થી નાની વયના, 35+ના પણ 7; માત્ર 2 મેડલિસ્ટ

ટોક્યો14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતના 120 સભ્યોની ટુકડીમાં 18-45 વય સુધીના ખેલાડી

આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની 120 સભ્યોની ટુકડી ભાગ લઈ રહી છે. જે છેલ્લી રિયો ઓલિમ્પિકથી મોટી છે. એ સમયે 117 ખેલાડીએ 15 રમતોમાં ભાગ લીધો હતો. આ વખતે ખેલાડીઓએ ઓલિમ્પિકની 33 રમતોમાંથી 18 માટે ક્વોલિફાય કર્યું છે. આપણી ટીમમાં 103 ખેલાડી એટલે કે લગભગ 85.83%ની ઉંમર 30થી ઓછી છે. જતેમાં પણ 55ની ઉંમર તો 25 કે તેથી ઓછી છે. ડેટા એનાલિસ્ટ કંપની ગ્રેસનોટે ભારતના 17 મેડલ જીતવાનું અનુમાન લગાવ્યું છે. તેના અનુસાર, ભારત 4 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ જીતી શકે છે.

5 રમત એવી, જેમાં આપણા માત્ર એક-એક ખેલાડી. આ રમત છે - ઘોડેસવારી, ફેન્સિંગ, જિમ્નાસ્ટિક, જૂડો અને વેઈટલિફ્ટિંગ.

5 રમત એવી, જેમાં માત્ર મહિલા ખેલાડી, જ્યારે બે રમતમાં માત્ર પુરુષ ખેલાડીએ ક્વોલિફાય કર્યું છે.

પ્રથમ વખત
ફેન્સિંગમાં ભારત પ્રથમ વખત પડકાર ફેંકશે. 27 વર્ષની ચેન્નઈની ભવાની દેવી મહિલા સેબરે ઈવેન્ટમાં ઉતરશે.

વાપસી
29 વર્ષના ફવાદ મિર્ઝા ભારતને 20 વર્ષ પછી ઓલિમ્પિક ક્વોટા અપનાવનારા ઘોડેસવાર બન્યા છે. તે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા ત્રીજા ભારતીય ઘોડેસવાર છે.

10 ખેલાડી આર્મી બેકગ્રાઉન્ડના છે. આ છે - અમિત પંઘાલ, નીરજ ચોપડા, મનીષ કૌશિક, અર્જુન-અરવિંદ, વિષ્ણુ શ્રાવણન, પ્રવીણ જાધવ, અવિનાશ સાબલે, સતીશ કુમાર, તરુણદીપ રાય.

આ 18 રમતોમાં ભાગ લઈ રહ્યા છે આપણા ખેલાડી
તીરંદાજી 04
એથ્લેટિક્સ 26
બેડમિન્ટન 04
બોક્સિંગ 09
ઘોડેસવારી 01
ફેન્સિંગ 01
હોકી 32
ગોલ્ફ 03
જિમ્નાસ્ટિક 01
જૂડો 01
રોઈંગ 02
સેલિંગ 04
શૂટિંગ 15
સ્વિમિંગ 03
ટેબલ ટેનિસ 04
ટેનિસ 02
વેઈટલિફ્ટિંગ 01
રેસલિંગ 07

22 રાજ્યના ખેલાડી, સૌથી વધુ 30 હરિયાણાના
હિમાચલ પ્રદેશ 01
ઉત્તરાખંડ 01
પંજાબ 14
હરિયામા 30
દિલ્હી 04
રાજસ્થાન 04
ઉ.પ્ર. 08
ગુજરાત 02
મ.પ્ર. 02
મહારાષ્ટ્ર 08
ઝારખંડ 03
પં.બંગાળ 03
ઓડિશા 04
તેલંગાણા 02
કર્ણાટક 03
આંધ્રપ્રદેશ 02
કેરળ 09
તમિલનાડુ 12
સિક્કિમ 01
આસામ 01
મણિપુર 05
મિઝોરમ 01

અન્ય સમાચારો પણ છે...