તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 67 Men 53 Women 120 Players: India Will Be Represented In Tokyo From July 23

ટોક્યો ઓલિમ્પિક:67 પુરૂષ 53 મહિલા-120 ખેલાડીઃ ટોક્યોમાં 23 જુલાઈથી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

ટોક્યો20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશની જનતા માટે ટોક્યોના નિહોનબાશી મિત્સુઈ ટાવરમાં ગોલ્ડ મેડલની રેપ્લિકા લગાવવામાં આવી છે. આ મેડલ અઢી મીટર લાંબો અને અઢી મીટર પહોળો છે. તેની સાથે જ ઓલિમ્પિક સાથે જોડાયેલ અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવી છે. જેમાં ઓલિમ્પિક ટોર્ચનો પણ સમાવેશ થાય છે. તેમાં 15 ઓગસ્ટ સુધી રાખવામાં આવશે. આ ગેમ્સને પ્રમોટ કરવા માટે કલ્ચરલ પ્રોજેક્ટનો ભાગ છે. - Divya Bhaskar
દેશની જનતા માટે ટોક્યોના નિહોનબાશી મિત્સુઈ ટાવરમાં ગોલ્ડ મેડલની રેપ્લિકા લગાવવામાં આવી છે. આ મેડલ અઢી મીટર લાંબો અને અઢી મીટર પહોળો છે. તેની સાથે જ ઓલિમ્પિક સાથે જોડાયેલ અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવી છે. જેમાં ઓલિમ્પિક ટોર્ચનો પણ સમાવેશ થાય છે. તેમાં 15 ઓગસ્ટ સુધી રાખવામાં આવશે. આ ગેમ્સને પ્રમોટ કરવા માટે કલ્ચરલ પ્રોજેક્ટનો ભાગ છે.

139 કરોડ લોકોની આશાઓનો ભાર લઇને આપણા 120 ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા તૈયાર છે. 23 જુલાઈ 2021 એટલે કે મુખ્ય ઓલિમ્પિકના આયોજનથી 364 દિવસ બાદ શરૂ થનાર ગેમ્સમાં ભારતના 67 પુરુષ અને 53 મહિલા ખેલાડીઓ રમશે.

આ ઓલિમ્પિકમાં થઇ રહેલ 33માંથી 18 રમતોમાં ભારત પડકાર ફેંકશે. રિયો ઓલિમ્પિક (2016) માં 117 ભારતીયોએ 15 રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટોક્યો ગેમ્સમાં આપણી સૌથી મોટી ટીમ એથ્લેટિક્સની છે. જેમાં 26 ખેલાડીઓ છે. તો 15 શૂટર મેડલ પર નિશાન તાકશે.

ચાલો જાણીએ આ 18 રમતોના આપણા ખેલાડીઓને અને તેમની દાવેદારીને...
શૂટિંગઃ 15 ખેલાડી

ઓલિમ્પિકમાં અત્યાર સુધીની સૌથી મોટી ટીમ, સૌરભ અને મનુ પાસેથી મેડલની આશા15 સભ્યોની ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. તેમાં 18થી 45 વર્ષ સુધીના ખેલાડીઓ છે.આ ઓલિમ્પિક ઇતિહાસમાં શૂટિંગમાં ભારતની સૌથી મોટી ટીમ છે. રિયો ઓલિમ્પિકમાં 12 शूશૂટરો હતા. દેશમાં સૌથી વધુ આશા આ રમત પાસેથી છે. કારણ કે આપણા ખેલાડીઓએ આ વર્ષે વર્લ્ડ કપમાં 16 ગોલ્ડ સહિત 34 મેડલ જીત્યા છે. ડેટા એજન્સી ગ્રેસનોટના રિપોર્ટ પ્રમાણે ભારતીય શૂટરો ટોક્યોમાં 8 મેડલ અપાવી શકે છે.
આપણા શૂટર્સ:
પુરુષ (8): અંગદ બાજવા, મેરાજ અહમદ ખાન, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, દીપક કુમાર, દિવ્યાંશ સિંહ પંવાર, સંજીવ રાજપૂત, એશ્વર્ય પ્રતાપ સિંહ.
મહિલા (7): મનુ ભાકર, યશસ્વની સિંહ દેસવાલ, રાહી સરનોબત, અપૂર્વી ચંદેલા, એલાવેનિલ વલારિવાન, અંજુમ મુદગિલ, તેજસ્વિની સાવંત.

10 મીટર એર પિસ્ટલમાં આપણે સૌથી મજબૂત
10 મીટર એર પિસ્ટલમાં ત્રણેય ઇવેન્ટમાં મેડલની આશા છે. મનુ અને સૌરવ પર વધુ આશાઓ છે. તે વ્યક્તિગત અને મિક્સ કેટેગરીમાં ઉતરશે.

સૌરભ ચૌધરી, 19 વર્ષ, વર્લ્ડ રેન્કિંગ: 2

  • ISSF વર્લ્ડકપમાં 3 વર્ષમાં 8 ગોલ્ડ, 3 સિલ્વર, 2 કાંસ્ય. એશિયન ગેમ્સ, યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ. મિક્સ પિસ્ટલમાં 5 ગોલ્ડ.

મનુ ભાકર, 19 વર્ષ, વર્લ્ડ રેન્કિંગ: 2

  • ISSF વર્લ્ડકપમાં 4 વર્ષમાં 9 ગોલ્ડ, 2 સિલ્વર. યુથ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ. મિક્સ પિસ્ટલમાં 6 ગોલ્ડ.

બોક્સિંગઃ 9 ખેલાડી

ગત ગેમ્સથી ત્રણગણી મોટી ટીમ, મેરીકોમ પાસેથી આશા
રિયોની સરખામણીમાં ત્રણગણી મોટી ટીમ ટોક્યો જશે. આ પહેલા માત્ર 3 પુરુષ ખેલાડી ક્વોલિફાઈ કરી શક્યા હતા. આ વખતે અમિત-લવલીના જેવા યુવા અને મેરીકોમ-વિકાસ જેવા અનુભવી છે. લંડન ઓલિમ્પિકની કાંસ્ય પદક વિજેતા મેરીકોમ અને અમિત પાંઘલ પાસેથી આશાઓ છે. 38 વર્ષની મેરીકોમ 6 વારની વર્લ્ડ ચેમ્પિયન છે. 25 વર્ષના પંઘાલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પહેલો ભારતીય પુરુષ બોક્સર છે.

આપણા બોક્સર્સ:
પુરુષ (5): અમિત પંઘાલ (52 કિગ્રા), મનીષ કૌશિક (63 કિગ્રા), વિકાસ કૃષ્ણા (69 કિગ્રા), આશિષ કુમાર (75 કિગ્રા), સતીશ કુમાર (91 કિગ્રાથી વધુ).
મહિલા (4): મેરીકોમ (51 કિગ્રા), સિમરનજીત કૌર (60 કિગ્રા), લવલીના (69 કિગ્રા), પૂજા રાની (75 કિગ્રા).

હોકીઃ 32 ખેલાડી
પુરુષ કાંસ્ય પદક જીતી શકે છે, હમણાં જ ત્રણ ટ્રોફી જીતી છે
પુરુષ ટીમ સતત ત્રીજી ઓલિમ્પિકમાં રમશે. પુરુષ ટીમે 8 ગોલ્ડ જીત્યા છે. પણ આ ઇતિહાસની વાત છે. અંતિમ ગોલ્ડ 1980 માં જીત્યો હતો. ત્યારબાદ ટીમ સતત મેડલ માટે ઝઝૂમતી રહી છે. ટીમે એશિયા કપ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને એફઆઈએચ સીરિઝ ફાઇનલ્સ જીત્યું હતું. આ રેકોર્ડ્સના આધાર પર ટીમ કાંસ્યની દાવેદાર જોવા મળી રહી છે. જોકે તેના ગ્રુપમાં ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના અને નંબર 1 ઓસ્ટ્રેલિયા છે. જે આપણી મેડલની આશાઓ પર ખતરો બની શકે છે. તો મહિલા ટીમની પણ આ સતત બીજી ઓલિમ્પિક છે.
આપણી ટીમ:

પુરુષ ટીમ (16): દિલપ્રીત, રૂપિન્દરપાલ, સુરેન્દર, મનપ્રીત, હાર્દિક, ગુરજંત, મંદીપ, હરમનપ્રીત, લલિત, શ્રીજેશ, સુમિત, નીલકાંત, શમશેર, બીરેન્દ્ર, અમિત રોહિદાસ, વિવેક સાગર.
મહિલા ટીમ (16): નવજોત, ગુરજીત, દીપ ગ્રેસ, મોનિકા, શર્મિલા, નિક્કી, સવિતા, નિશા, વંદના, ઉદિતા, લાલરેમસિયામી, નવનીત, સુશીલા, રાની રામપાલ, સલીમા, નેહા ગોયલ.

એથ્લેટિક્સઃ 26 ખેલાડી
સૌથી મોટી ટીમઃ પણ દાવેદાર માત્ર નીરજ ચોપડા

સૌથી મોટી ટીમ એથ્લેટિક્સ (26 ખેલાડી)ની છે. દાવેદાર નીરજ ચોપડા છે. જેવલિન થ્રોઅર નીરજ પહેલીવાર ઓલિમ્પિકમાં રમશે. તે અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો પહેલો એથ્લિટ છે. અંડર-20 વર્લ્ડરેકોર્ડ બનાવ્યો. એશિયન ગેમ્સમાં 88.06 મીટર થ્રો કર્યો. આ રિયો ઓલિમ્પિકના કાંસ્ય પદકથી વધુ છે. એશિયન કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

આપણા એથ્લિટ:
પુરુષ (17): જબીર (400 મી હર્ડલ્સ), મો અનસ-નોઆહ નિર્મલ-અમોજ જેકબ-રાજીવ અરોકિયા, એન. પાંડી (4*400 મી રિલે), સંદીપ, રાહુલ રોહિલા, કેટી ઇરફાન (20 કિમી રેવોક), ગુરપ્રીત (50 કિમી રેસવોક), અવિનાશ (3000 મી સ્ટીપલચેસ), નીરજ ચોપડા, શિવપાલ (જેવલિન થ્રો), મુરલી શ્રીશંકર ( લોન્ગ જંપ), તજિંદરપાલ (શોટ પુટ).
મહિલા (9): દુતી ચંદ (100 મી, 200 મી), પ્રિયંકા ભાવના જાટ (20 કિમી રેસવોક), કમલપ્રીત, સીમા પૂનિયા (ડિસ્કસ થ્રો), અન્નૂ રાની (જેવલિન થ્રો).
મિક્સ: સાર્થક ભાંબરી-એલેક્સ એન્ટોની-રેવતી વીરામણી-શુભા વેન્કટેશન-ધનલક્ષ્મી સેખર (4*400 મી રિલે).​​​​​​​

રેસલિંગઃ 7 ખેલાડી

સાતમાંથી 4 ખેલાડીઓને સીડ, બજરંગ-વિનેશ દાવેદાર

ટોક્યો જાનાર ભારતીય કુશ્તીની ટીમમાં 3 પુરુષ અને 4 મહિલા ખેલાડી છે. ગત રિયો ઓલિમ્પિકમાં 4 પુરુષ અને 3 મહિલા ખેલાડી હતા. આ વખતે 7માંથી 4 ખેલાડીઓને સીડ મળ્યું છે. વિનેશને ટોપ, બજરંગ અને દીપકને બીજું અને રવિને ચોથું સીડ મળ્યું છે. રિયો ઓલિમ્પિકની કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક આ વખત ક્વોલિફાઇ કરી નહીં શકે. ગ્રેસનોટ પ્રમાણે, રેસલિંગમાં ભારત 3 મેડલ જીતી શકે છે.
આપણા રેસલર્સ
પુરુષ (3): રવિ કુમાર દહિયા (57 કિગ્રા), બજરંગ પૂનિયા (65 કિગ્રા), દીપક પૂનિયા (86 કિગ્રા).
મહિલા (4): સીમા બિસ્લા (50 કિગ્રા), વિનેશ ફોગાટ (53 કિગ્રા), અંશુ મલિક (57 કિગ્રા), સોનમ મલિક (62 કિગ્રા).
તીરંદાજીઃ 4 ખેલાડી

વર્લ્ડ ચેમ્પિયન દીપિકાનું મેડલ પર નિશાન

ટોક્યો ગેમ્સમાં ભારતના 4 તીરંદાજો 4 ઇવેન્ટમાં ભાગ લેશે. 27 વર્ષની દીપિકા કુમારીએ હાલમાં જ પેરિસ વર્લ્ડ કપ સ્ટેજ-3માં ગોલ્ડની હેટ્રિક લગાવી હતી. તે આ વર્ષે 4 ગોલ્ડ જીતી ચૂકી છે. તેના નામે વર્લ્ડ કપમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર, 7 કાંસ્ય પદકો છે. આ તેની સતત ત્રીજી ઓલિમ્પિક છે. ગ્રેસનોટના રિપોર્ટ પ્રમાણે ટોક્યોમાં ભારતને આ ગેમમાં મેડલ મળી શકે છે.

ટેબલ ટેનિસઃ 4 ખેલાડી
વર્લ્ડ ચેમ્પિયન દીપિકાનું મેડલ પર નિશાન

ટોક્યો ગેમ્સમાં ભારતના 4 તીરંદાજો 4 ઇવેન્ટમાં ભાગ લેશે. 27 વર્ષની દીપિકા કુમારીએ હાલમાં જ પેરિસ વર્લ્ડ કપ સ્ટેજ-3માં ગોલ્ડની હેટ્રિક લગાવી હતી. તે આ વર્ષે 4 ગોલ્ડ જીતી ચૂકી છે. તેના નામે વર્લ્ડ કપમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર, 7 કાંસ્ય પદકો છે. આ તેની સતત ત્રીજી ઓલિમ્પિક છે. ગ્રેસનોટના રિપોર્ટ પ્રમાણે ટોક્યોમાં ભારતને આ ગેમમાં મેડલ મળી શકે છે.

ટેબલ ટેનિસઃ 4 ખેલાડી
મનિકા અને શરત બે કેટેગરીમાં ભાગ લેશે

​​​​​​​ટોક્યો ગેમ્સમાં ભારતના ચાર ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ભાગ લઇ રહ્યા છે. રિયો ઓલિમ્પિકમાં પણ ચાર ખેલાડીઓ હતા. મનિકા અને શરતની આ સતત બીજી ઓલિમ્પિક છે. બંને સિગલ્સ સહિત મિક્સ ડબલ્સમાં પણ ભારત તરફથી પડકાર ફેંકશે. મનિકા કોમનવેલ્થ ગેમ્સમાં 4 મેડલ જીતી ચૂકી છે. જ્યારે શરતના નામે ત્રણ કોમનવેલ્થ ગોલ્ડ છે.

બેડમિન્ટનઃ 4 ખેલાડી
આ વખતે મેડલનો રંગ બદલવા ઉતરશે સિન્ધુ
​​​​​​​
ભારતના માત્ર 4 ખેલાડીઓ જઇ રહ્યા છે. જે 3 ઇવેન્ટમાં ભાગ લેશે. પીવી સિન્ધુ આ વખતે મેડલનો રંગ બદલવા મેદાન પર ઉતરશે. 25 વર્ષની પીવી સિન્ધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન બનનાર પહેલી ભારતીય છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીતી ચૂકી છે. ગત રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી હતી.
સેલિંગઃ 4 ખેલાડી

પહેલીવાર આપણા 4 સેલર ઓલિમ્પિકમાં ભાગ લેશે
​​​​​​​
ઓલિમ્પિકમાં પહેલીવાર ભારતના ચાર સેલર રમશે. ભારત પહેલીવાર ત્રણ ઇવેન્ટમાં પડકાર ફેકશે. નેત્રા કુમાનન ઓલિમ્પિકમાં રમનાર પહેલી ભારતીય મહિલા સેલર છે.
આપણા ખેલાડીઓ
પુરુષ (3): વિષ્ણુ શ્રવણન (લેજર), કેસી ગણપતિ-વરૂણ ઠક્કર (49 ઈઆર).
મહિલા (1): નેત્રા કુમાનન (લેજર રેડિયલ).

ગોલ્ફઃ 3 ખેલાડી
અદિતિ-લાહિડીએ સતત બીજીવાર ક્વોલિફાઈ કર્યું

ભારતના ત્રણ ગોલ્ફર પડકાર ફેકશે. રિયોમાં પણ આટલા જ ખેલાડી હતા. ટોપ રેન્કવાળી અદિતિ અશોક અને લાહિડી સતત બીજી ઓલિમ્પિકમાં રમશે. ઉદયન માનેનું ડેબ્યુ ઓલિમ્પિક હશે.
આપણા ખેલાડીઓ
પુરુષ (2): અનિર્બાન લાહિડી, ઉદયન માને.
મહિલા (1): અદિતિ અશોક.​​​​​​​

સ્વિમિંગઃ 3 ખેલાડીઓ
​​​​​​​પહેલીવાર આપણા ખેલાડીઓએ ડાયરેક્ટ ક્વોલિફાઈ કર્યું
​​​​​​​
સજન પ્રકાશની સતત બીજી ઓલિમ્પિક છે. સજન અને શ્રીહરિ નટરાજે ઓલિમ્પિક માટે એ કટ મેળવ્યું. ઓલિમ્પિક ઇતિહાસમાં પહેલીવાર આપણા સ્વિમરોને ડાયરેક્ટ ક્વોલિફાઇ કર્યું છે.
આપણા ખેલાડીઓ
પુરુષ (2): શ્રીહરિ નટરાજ (100 મી બેકસ્ટ્રોક), સજન પ્રકાશ (200 મી બટરફ્લાઈ).
મહિલા (1): માના પટેલ (100 મી બેકસ્ટ્રોક)​​​​​​​

રોઈંગઃ 2 ખેલાડી
​​​​​​​માત્ર એક ઇવેન્ટમાં ભાગ લેશે, બંને ખેલાડીઓનું ડેબ્યુ
​​​​​​​
ભારતના બે ખેલાડીઓએ ક્વોલિફાઈ કર્યું. અર્જુન-અરવિંદ પહેલીવાર ઓલિમ્પિકમાં રમશે. ગત ઓલિમ્પિકમાં રમી ચુકેલ દત્તૂ ભોકોનલ આ વખતે ક્વોલિફાઇ કરી શકવામાં નિષ્ફળ રહ્યા.
આપણા ખેલાડીઓ
પુરુષ (2): અર્જુન લાલ, અરવિંદ સિંહ (લાઇટવેટ ડબલ સ્કલ્સ).​​​​​​​

ટેનિસઃ 2 ખેલાડી
સાનિયા 4 ઓલિમ્પિકમાં રમનાર ભારતની પહેલી મહિલા ખેલાડી

સાનિયા મિર્ઝાની આ ચોથી ઓલિમ્પિક ગેમ્સ છે. તે 4 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પહેલી મહિલા ખેલાડી બનશે. જ્યારે અંકિતા રૈના ઓલિમ્પિકમાં ડેબ્યુ કરશે.
આપણા ખેલાડી
મહિલા (2): સાનિયા મિર્ઝા, અંકિતા રૈના.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...