તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:ઓલિમ્પિક સ્ટેડિયમમાં ફેન્સ સામે દોડશે 6 વખતની ચેમ્પિયન ફેલિક્સ

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 વર્ષની ફેલિક્સ માતા બન્યા પછી પ્રથમ ઓલિમ્પિક, પાંચમી વખત ક્વોલિફાય કર્યું

6 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન અમેરિકન એથ્લીટ એલિસ ફેલિક્સે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. 35 વર્ષની ફેલિક્સ પાંચમી વખત ઓલિમ્પિકમાં રમશે. ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમમાં ફેલિક્સ ફેન્સ સામે ચાર ઈવેન્ટમાં ભાગ લેશે. તે 400 મી., 200 મી., મહિલા 4x400 મી. રિલે અને મિક્સ્ડ 4x400 મી. રિલેમાં દોડશે. તેનું લક્ષ્ય ઓલિમ્પિકમાં સૌથી વધુ ડેકોરેટેડ ટ્રેક એન્ડ ફીલ્ડ એથ્લીટ બનવાનું છે. ફેલિક્સે ઓલિમ્પિકમાં 6 ગોલ્ડ, 3 સિલ્વર જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 13 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે.

ફેલિક્સે યુએસ ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફીલ્ડ ટ્રાયલ્સમાં 400 મી.માં બીજા નંબરે રહીને ઓલિમ્પિકનો ક્વોટા પ્રાપ્ત કર્યો છે. 13 વખતની વર્લ્ડ ચેમ્પિયન ફેલિક્સે 50.02 સેકન્ડનો સમય લીધો હતો. ક્વાનેરા હાયેસે રેસ જીતી હતી. માતા બન્યા પછી ફેલિક્સની આ પ્રથમ ઓલિમ્પિક હશે. તેણે 2018માં પુત્રી કેમરિનને જન્મ આપ્યો હતો. ફેલિક્સે કહ્યું કે, ‘અહીં સુધી પહોંચવામાં મોટો પડકાર મળ્યો છે. પાંચમી ઓલિમ્પિક મારા માટે બહુ ખાસ છે’.

છેલ્લી ઓલિમ્પિકમાં 100મી.માં સિલ્વર જીતનારા જસ્ટિન ગેટલિનનું ચોથી ઓલિમ્પિકમાં રમવાનું સ્વપ્ન તુટી ગયું છે. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ગેટલિન ટ્રાયલ્સમાં અંતિમ નંબરે રહ્યો હતો અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શક્યો નહીં. 39 વર્ષના ગેટલિને 9.93 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી.

ન્યૂઝીલેન્ડની લોરેલ ઓલિમ્પિકમાં રમનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર

ન્યૂઝીલેન્ડની લોરેલ હબર્ડ ઓલિમ્પિકમાં રમનારી ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર હશે. ન્યૂઝીલેન્ડના અધિકારીઓએ ઓલિમ્પિકની મહિલા વેઈટલિફ્ટિંગ ટીમમાં લોરેલને પસંદ કરી છે. તે 2013માં જાતિ બદલતા પહેલા તે પુરુષ ઈવેન્ટમાં ભાગ લેતી હતી. જોકે, ટીમમાં તેની પસંદગીની ઘણી ટીકા થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે, લોરેને અનુચિત રીતે ફાયદો થશે. જોકે, બીજા લોકોએ તેનું સમર્થન કર્યું છે. લોરેલે કહ્યું કે, ન્યૂઝીલેન્ડના લોકો પાસેથી મળી રહેલા સમર્થનની ઘણી જ આભારી છું. 43 વર્ષની લોરેલ 87 કિગ્રા વેઈટ કેટેગરીમાં ભાગ લેશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 2015માં પોતાના નિયમમાં પરિવર્તન કર્યો હતો કે ટ્રાન્સજેન્ડર ખેલાડી ખેલાડી તરીકે મહિલા ગેમ્સમાં ભાગ લઈ શકે છે, જો તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ એક ચોક્કસ મર્યાદાની નીચે હોય. ટેસ્ટોસ્ટેરોન એક હોર્મોન છે, જે માંસપેશીઓને મજબૂત કરે છે.

અન્ય સમાચારો પણ છે...