તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 54 Athletes Bring 19 Medals In Paralympics, 126 Athletes Bring 7 Medals In Olympics

ગર્વનું દિવ્ય પ્રદર્શન:પેરાલિમ્પિક્સમાં 54 ખેલાડી 19 મેડલ લાવ્યા, ઓલિમ્પિક્સમાં 126 ખેલાડી 7 મેડલ લાવ્યા

ટોક્યો, નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો પેરાલિમ્પિકનું રવિવારે સમાપન થયું છે. અત્યાર સુધીના ઐતિહાસિક અને દિવ્ય પ્રદર્શન સાથે ભારતે 19 મેડલ જીત્યાં. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમે રહ્યું. આ ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. પેરાલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ગત મહિને સમાપ્ત થયેલા ઓલિમ્પિક રમતો(7 મેડલ) કરતાં સારું રહ્યું. છેલ્લે દિવસે રવિવારે પણ ભારતને વધુ બે મેડલ મળ્યાં. બંને બેડમિન્ટનમાં મળ્યાં. કૃષ્ણા નાગરે 5મો ગોલ્ડ અપાવ્યો તો નોઈડાના ડીએમ સુહાસ યથિરાજે સિલ્વર મેડલ જીત્યો. મોદીએ કહ્યું કે ટોક્યો પેરાલિમ્પિક ખેલાડીઓ આવનારી પેઢીઓને રમતોને આગળ વધારવા પ્રેરિત કરતા રહેશે. આપણી ટુકડીના દરેક ખેલાડી ચેમ્પિયન છે. પ્રેરણાનો સ્ત્રોત છે.

1968 બાદ આપણા ઓલિમ્પિક મેડલ

  • ગોલ્ડ 9 - 5 આ વર્ષે
  • સિલ્વર 12 - 8 આ વર્ષે
  • બ્રોન્ઝ 10 - 6 આ વર્ષે

ભારતે 53 વર્ષમાં સૌથી વધુ 19 મેડલ એથ્લેટિક્સમાં જીત્યાં છે. શૂટિંગમાં 5, બેડમિન્ટનમાં 4 મેડલ જીત્યાં છે, 4 ઈવેન્ટમાં 1-1 મેડલ જીત્યાં છે.

ખેલાડીઓના ઐતિહાસિક પ્રદર્શનનું કારણ
5 ગણો વધુ ખર્ચ, મેડલ 5 ગણા

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ગઈ હતી. 9 રમતમાં 54 ખેલાડીઓ ગયા હતા. તૈયારી પર 16.81 કરોડથી વધુ ખર્યા હતા. આ રકમ ગત વખતથી 5 ગણી વધુ છે. રિયોમાં 16એ ભાગ લીધો અને તૈયારી પાછળ 3.56 કરોડ ખર્ચ્યા હતા.

રમતખેલાડીખર્ચ(રૂ.માં)મેડલ
એથ્લેટિક્સ247.38 કરોડ8
શૂટિંગ104.47 કરોડ5
તીરંદાજી52.00 કરોડ1
બેડમિન્ટન71.92 કરોડ4
સ્વિમિંગ238 લાખ-
પાવરલિફ્ટિંગ239 લાખ-
ટેબલ ટેનિસ216 લાખ-
કેનોઈંગ15.5 લાખ-
તાઈક્વાન્ડો13 લાખ-
અન્ય સમાચારો પણ છે...