• Gujarati News
  • Sports
  • 5200 Crore Deal With Cryptocurrency Platform For Lakers' Own Arena Naming Rights, Biggest Deal Ever

ભાસ્કર વિશેષ:લેકર્સની પોતાના અરેનાના નેમિંગ રાઈટ્સ માટે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ સાથે 5200 કરોડની ડીલ, અત્યાર સુધીની મોટી ડીલ

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષની ડીલ થશે, ક્રિસમસથી લેકર્સના સ્ટેપલ્સ સેન્ટરનું નામ ક્રિપ્ટોડૉટકૉમ અરેના

અમેરિકાના સ્ટેપલ્સ સેન્ટરને નવું નામ મળ્યું છે. ક્રિસમસથી તે ક્રિપ્ટોડૉટકૉમ એરેના તરીકે ઓળખાશે. લૉસ એન્જિલિસનો આ અરેના એનબીએ ટીમ લેકર્સ અને ક્લિપર્સ, નેશનલ હોકી લીગની ટીમ કિંગ્સ અને મહિલા એનબીએ ટીમ સ્પાર્કનું હોમ ગ્રાઉન્ડ છે.

એરેનાના માલઈ એઈજીએ જાહેરાત કરી કે, 22 વર્ષ બાદ અરેનાનું નામ બદલાશે. સૂત્રોએ જણાવ્યું કે, ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ ક્રિપ્ટોડૉટકૉમ સાથે અરેનાના 20 વર્ષના નેમિંગ રાઈટ્સ માટે 5200 કરોડ રૂપિયાની ડીલ થઈ છે. જે રમતના ઈતિહાસમાં કોઈ અરેના કે સ્ટેડિયમના નેમિંગ રાઈટ્સની સૌથી મોટી ડીલ મનાય છે.

આ મલ્ટી સ્પોર્ટ્સ અરેનાનું નિર્માણ કાર્ય માર્ચ 1997માં શરૂ થયું હતું અને ઓક્ટોબર 1999થી તેને ખુલ્લું મુકાયું હતું. તેના નિર્માણ પાછળ 2800 કરોડનો ખર્ચો થયો હતો. તેની ક્ષમતા 20 હજાર દર્શકોની છે. તેનું નામ લૉસ એન્જિલિસ લેકર્સ બ્રુકલિન નેટ્સ વિરુદ્ધ થનાર એનબીએ એન્યુઅલ ક્રિસમલ શોકેઝ મુકાબલા બાદ બદલવામા આવશે. ક્રિપ્ટોડૉટકૉમ એક ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ છે, જેનું એક્ષચેન્જ હેડક્વાર્ટર સિંગાપુરમાં છે.

અન્ય સમાચારો પણ છે...