તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓલિમ્પિક આયોજન અંગે સરવે:ટોક્યોના 51.7 ટકા લોકો આગામી વર્ષે થનારા ઓલિમ્પિકના વિરોધમાં

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનના 2 ન્યૂઝ ઓર્ગેનાઈઝેશનનો ટોક્યો ઓલિમ્પિક આયોજન અંગે સરવે

ટોક્યોના અડધાથી વધુ લોકો ઈચ્છતા નથી કે આગામી વર્ષે ઓલિમ્પિક યોજાય. એક સરવે મુજબ કોરોના વાઈરસને કારણે ટોક્યોના લોકો ઈચ્છે છે કે 2021માં થનારી રમતો ટાળી દેવામાં આવે અથવા તો રદ કરી દેવામાં આવે.

જાપાનના ક્યોડોન્યૂઝ અને ટોક્યો એમએક્સ ટેલિવિઝને આગામી વર્ષે થનારી ટોક્યો ઓલિમ્પિકના આયોજન અંગે 26થી 28 જૂન સુધી સરવે કર્યો હતો. સરવે મુજબ ટોક્યોના 51.7 ટકા લોકો ઓલિમ્પિક આયોજનનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો ઈચ્છે છે કે 2021માં થનારી આ ઈવેન્ટ મુલત્વી રખાય કે રદ કરવામાં આવે.

27.7 ટકા લોકો માનવું છે કે ગેમ્સ રદ કરવામાં આવે
51.7 ટકામાંથી 27.7% લોકો ઈચ્છે છે કે ગેમ્સ રદ થઈ જાય. 24 % લોકો ઈચ્છે છે કે ઓલિમ્પિકને ફરી સ્થગિત કરવામાં આવે. ઓલિમ્પિક માર્ચ સુધી સ્થગિત કરવી જોઈએ. ગેમ્સ 23 જુલાઈથી શરૂ થવાની છે.

  • 31.1 ટકા દર્શક વિના ગેમ્સનું આયોજન ઈચ્છે છે 
  • 15.2 ટકા ઈચ્છે છે કે ગેમ્સમાં દર્શકો હાજર રહે
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો