• Gujarati News
  • Sports
  • 500 Rs 500 Collected For Loan Balls Game, Dhoni Goes To Australia To Play This Game

કોમનવેલ્થની ગોલ્ડન ગર્લ્સ જાતે જ કરતી હતી સ્ટેડિયમની દેખરેખ:લોન બોલ્સ ગેમ માટે 500-500 રૂપિયા એકત્ર કર્યા, આ રમતને રમવા ધોની ઓસ્ટ્રેલિયા જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ્સમાં ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ટીમે કોચ વગર બર્મિંગહામ જઈને આ સિદ્ધિ હતી. આ ખેલાડીઓએ કોઈપણ ચેમ્પિયનશિપ માટે જાતે જ ફંડ એકત્ર કરવુ પડતુ હતુ. તેમને જે એવોર્ડના પૈસા મળતા હતા તેમાંથી જ તેઓ બીજી ટૂર્નામેન્ટ રમવા વિદેશ જતા હતા. રસપ્રદ વાત એ છે કે લોન બોલ્સ ફેડરેશનને ભારત સરકારને માન્યતા મળી નથી.

લોન બોલ્સની વિજેતા ભારતીય ટીમની ખેલાડી રૂપા રાની તિર્કીએ ફોન પર જણાવ્યુ હતુ કે ટીમ કોચ વિના જ બર્મિંગહામ ગઈ હતી. કોચ ના હોવાના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કોઈવાર તો ખેલાડીઓને કંઈ ખબર જ નહોતી પડતી કે ગ્રાઉન્ડ પર શું કરવાનું છે, ક્યારે રણનીતિ બદલવાની છે, અથવા ગેમમાં કોઈ ભુલ તો નથી કરીને!

પર્સનલ લીવ પર બર્મિંગહામ ગઈ ખેલાડીઓ
બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ રમવા ગયેલી લવલી ચૌબે અને રૂપા રાની તિર્કીને કોમનવેલ્થ ગેમ્સમાં રમવા માટે છુટ્ટી નહોતી મળી. લવલી ચૌબે ઝારખંડ પોલીસમાં કોંસ્ટેબલ છે. તેમને છુટ્ટી નહોતી મળતી. મુખ્યમંત્રી હેમંત સોરેનના હસ્તક્ષેપ બાદ તેમને છુટ્ટી મળી હતી. તો રૂપા રાની તિર્કી રામગઢમાં જીલ્લા પદાધિકારી છે. રૂપાને બર્મિંગહામથી ફોન પર જણાવ્યુ હતુ કે તેમને કોમનવેલ્થ માટે છુટ્ટી નહોતી મળી. તેમને આશંકા છે કે તેમની સેલેરી કદાચ કપાઈ જશે.

આ ખેલાડીઓને 2010થી 2018 સુધી મધુકાંત પાઠકે પ્રશિક્ષણ આપ્યુ હતુ. મધુકાંત નેશનલ એથલેટિક્સ ફેડરેશનના ટ્રેઝરર અને ઝારખંડ એથલેટિક્સ ફેડરેશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે લોન બોલ્સના ખેલાડીઓને રમવા માટે છુટ્ટીઓ મળતી નથી. અન્ય સ્પોર્ટ્સ માટે સ્પેશિયલ પ્રિવિલેજ મળે છે. બીજા રાજ્યોમાં લોન બોલ્સ ગેમમાં લીવ વિથ પેની વ્યવસ્થા છે.

ઝારખંડ સરકારના રમત વિભાગના સચિવ અમિતાભ કૌશલ જણાવે છે કે આ સંબંધમાં નીતિગત નિર્ણય લેવાની જરૂરત છે. કોઈ ખેલાડી જીલ્લા ખેલ પદાધિકારીના પદ પર હોય તો તેની ગેરહાજરીમાં જીલ્લાના રમત સાથે જોડાયેલી ગતિવિધિઓમાં બાધા પહોંચી શકે છે. તેવામાં વિભાગ તરફથી આ અંગે નિર્ણય લેવાશે.

વિદેશોમાં ચેમ્પિયનશિપ રમવા માટે ખેલાડીઓ જાતે જ ફંડ એકત્ર કરતા

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા પછી જશ્ન મનાવતી ટીમ ઈન્ડિયા.
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા પછી જશ્ન મનાવતી ટીમ ઈન્ડિયા.

લોન બોલ્સના ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં રમવા અને ટૂર માટે વ્યવસ્થા કરવા માટે જાતે જ પૈસા જ એકત્ર કરતા હતા. જોકે આ કોમનવેલ્થ ગેમ્સ રમવા અને ટૂર માટે ખેલાડીઓને સરકાર તરફથી મોકલવામાં આવ્યા હતા. પરંતુ અગાઉ આ રમત સાથે જોડાયેલી ટૂર્નામેંટમાં ભાગ લેવા માટે જાતે જ ફંડ એકત્ર કર્યુ હતુ. વિેજેતા ટીમની સદસ્ય લવલી ચૌબેએ બર્મિંગહામથી ફોન પર જણાવ્યુ હતુ કે એવોર્ડમાંથી જે પૈસા મળતા હતા તેનાથી બીજા ટૂરની વ્યવસ્થા થતી હતી.

મધુકાંત પાઠકે જણાવ્યુ હતુ કે ફેડરેશન અને સરકાર તરફથી કોઈ જ પ્રકારની મદદ નહોતી મળતી. ખેલાડીઓ જાતે જ ફંડ એકત્ર કરીને ટૂર કરતા આવ્યા છે.

બર્મિંગહામમાં ભારતીય ખેલાડીઓ
બર્મિંગહામમાં ભારતીય ખેલાડીઓ

ટીમ ગોલ્ડ મેડલ પણ લઈ આવી, હવે નીતિ બનાવવાની તૈયારી થઈ રહી છે
કોઈપણ ખેલાડીને આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિનશિપ જીતવા પર કેટલુ ઈનામ મળે છે તેના સવાલ પર ઝારખંડ સરકારના ખેલ સચિવ અમિતાભ કૌશલ જણાવે છે કે ચાર મહિના પહેલા જ રાજ્ય સરકારે નવી નીતિ બનાવી છે. જેમાં કોઈ ટૂર્નામેન્ટમાં પ્રદર્શનનાં આધાર પર ખેલાડીઓને ઈનામ આપવામાં આવે છે. નવી નીતિ પ્રમાણે રાષ્ટ્રમંડળ રમતમાં ગોલ્ડ મેડલ જીતવા પર ખેલાડીઓને 10 લાખ રૂપિયા મળે છે. જ્યારે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા પર 7 લાખ રૂપિયા મળે છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીતવા બદલ તેવી રીતે ઈનામ આપવામાં આવે છે.

શું એશિયન ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, તે સવાલના જવાબમાં અમિતાભ કૌશલ જણાવે છે કે આ એક નવી ગેમ છે. ગેમ માટે શું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર હોવી જોઈએ, ખેલાડીઓને કઈ સુવિધાઓ મળવી જોઈએ, આના પર જલ્દી જ નિર્ણયો લેવાશે.

12 વર્ષથી વધુ સમય થયો, હજુ સુધી નેચરલ ગ્રાસ વાળુ ગ્રાઉન્ડ નથી મળ્યુ
2010 દિલ્લી કોમનવેલ્થ ગેમ્સના એક વર્ષ પહેલા ભારતીય લોન બોલ્સ ટીમ બનાવવાની કવાયત શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના કોચ રિચર્ડ ગેલે ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ મધુકાંત પાઠકે 2010-2018 સુધી ખેલાડીઓને પ્રશિક્ષણ આપ્યુ હતુ. ટીમ બન્યાને 12 વર્ષથી પણ વધુ સમય વિત્યા હોવા છતાં દેશમાં એક પણ નેચરલ ગ્રાસ વાળુ ગ્રાઉન્ડ નથી મળ્યુ. દિલ્લી, આસામ અને ઝારખંડમાં જે ગ્રાઉન્ડ છે તે સિંથેટિક ગ્રાઉન્ડ છે. તેવામાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે પ્રેક્ટિસ કરી શકે નહિ. બોલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા દિલ્લીના પ્રમુખ ડીઆર સૈની જણાવે છે કે અત્યારે દેશમાં નેચરલ ગ્રાઉન્ડ મથી. પરંતુ તેને બનાવવાની તૈયારીઓ ચાલુ છે. કોલકતામાં એક ક્લબમાં લોન બોલ્સ માટે ગ્રાસ ગ્રાઉન્ડ છે, પરંતુ ત્યાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની મનાઈ છે.

આખા દેશમાં એક જ ફેડરેશન, તેને પણ સરકાર માન્યતા આપતી નથી
બોલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા ભારતમાં લોન બોલ્સનુ એકમાત્ર ફેડરેશન છે, પરંતુ હજુ તેને પણ સરકાર તરફથી માન્યતા આપવામાં આવી નથી. ત્યારે ખેલાડીઓને સુવિધા કેવી રીતે મળી શકે? આ જ કારણે આ રમતનો અત્યાર સુધી પ્રચાર થઈ શક્યો નથી. ફેડરેશનની ઉદાસીનતાના કારણે ખેલાડીઓને હેરાન થવુ પડે છે. હાલ સરકાર તરફથી માન્યતા મળે તે માટે સરકારને પત્ર લખવામાં આવેલો છે. તેવું બોલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા દિલ્લીના પ્રમુખે જણાવ્યુ હતુ.

આ એક સિંથેટિક ગ્રાઉન્ડ છે. દેશમાં નેચરલ ગ્રાસ વાળુ કોઈ ગ્રાઉન્ડ નથી.
આ એક સિંથેટિક ગ્રાઉન્ડ છે. દેશમાં નેચરલ ગ્રાસ વાળુ કોઈ ગ્રાઉન્ડ નથી.

500 રૂપિયાના ફંડથી મૈટને કર્યુ મેન્ટેનેંસ, હવે 7 રાજ્યોના ખેલાડીઓ આવે છે રાંચી
ઝારખંડની રાજધાની રાંચીના નામકુમમાં આરકે આનંદ લોન બોલ્સ સ્ટેડિયમમાં અન્ય રાજ્યોના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવે છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી લવલી ચૌબે જણાવે છે કે જે ગ્રાઉન્ડ પર તે પ્રેક્ટિસ કરતી હતી તેનુ મેન્ટેનેંસ પણ ખેલાડીઓ મળીને જ કરતા હતા. મહિને 500-500 રૂપિયા એકત્ર કરીને તેઓ ગ્રાઉન્ડની દેખરેખ રાખતા હતા. સરકાર તરફથી કોઈ જ પ્રકારની સુવિધાઓ મળતી નથી.

મધુકાંત પાઠક જણાવે છે કે રાજ્યસભાના સાંસદ આરકે આનંદની સહાયતાથી રાંચીના નામકુમમાં આ સ્ટેડિયમ બની શક્યુ છે. અહિ ખેલાડીઓને નિ:શુલ્ક રહેવાની સુવિધા મળે છે. 30 રૂપિયામાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના નામ પર ખેલાડીઓને સુવિધાઓ મળતી નથી. આ ઉપરાંત ખેલાડીઓને લોન બોલ્સનીલ કિટની વ્યવ્સ્થા પણ કરવામાં આવી નથી.