તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 49 Days Left For Tokyo Games: Clouds Of Doubt Over Olympic Planning Amid Corona Threat

ઓલિમ્પિકમાં નવું સંકટ:ટોક્યો ગેમ્સમાં 49 દિવસ બાકી: કોરોનાના જોખમ વચ્ચે ઓલિમ્પિકના આયોજન પર શંકાના વાદળો

ટોક્યો10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેમ્સ ચીફે કહ્યું - રમતોત્સવ ત્યારે જ રદ થશે જ્યારે મોટા ભાગના દેશ આવી શકશે નહીં
  • 10 હજાર વોલેન્ટિયર્સ નીકળી ગયા, એક ખેલાડી પણ પોઝિટિવ

ટોક્યો ઓલિમ્પિકને હવે માત્ર 49 દિવસ બાકી છે. જોકે, જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ સંકટ વધતું જઈ રહ્યું છે. રમતોત્સવના આયોજનમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા 10 હજાર વોલેન્ટિયર્સે હવે કામની ના પાડી દીધી છે. આયોજકોએ કહ્યું કે, તેમની પીછેહઠનું મોટું કારણ કોરોના છે. સાથે જ ગેમ્સના આયોજનમાં શંકાને કારણે પણ પોતાના ભવિષ્ય પર જોખમ દેખાતાં વેલેન્ટિયર્સ નીકળી ગયા છે.

ટોક્યો ઓલિમ્પિક માટે 80 હજાર વોલેન્ટિયર્સ તૈનાત કરાયા હતા. તેમનું ખસી જવું આયોજકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે. કેમકે, ઈવેન્ટના આયોજન, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટેશન, મીડિયા બ્રીફિંગક, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેમાં વોલેન્ટિયર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક જાપાની બ્રોડકાસ્ટરના અનુસાર જેમ-જેમ ગેમ્સ વધુ નજીક આવશે, આ વોલેન્ટિયર્સનો આંકડો વધી શકે છે. જોકે, ટોક્યો-2020ના ચીફ સેઈકો હાશિમોતોએ એક જાપાની અખબારને કહ્યું છે કે, વોલેન્ટિયર્સના નીકળી જવાથી ગેમ્સના આયોજન પર કોઈ અસર થશે નહીં.

ઓલિમ્પિક ત્યારે જ રદ્દ કરાશે જ્યારે સ્થિતિ ભયાનક હશે અને મોટાભાગના દેશોનું જાપાન આગમન શક્ય નહીં હોય. તાજેતરના સરવે અનુસાર જાપાનના 80% લોકો ગેમ્સના વિરોધમાં છે. ટોક્યો ગેમ્સના સીઈઓ તોશિરો મુતોએ કહ્યું કે, વોલેન્ટિયર્સના નીકળી જવાથી ફરક પડશે નહીં, કેમકે ગેમ્સને મર્યાદિત કરી દેવાઈ છે. વિદેશી ફેન્સ પર બેન છે અને ઘરેલુ દર્શકો અંગે 20 જૂન પછી નિર્ણય લેવાશે.

કોઈ પણ સ્થિતિમાં યોજાશે ઓલિમ્પિક, જોકે દર્શકોની હાજરી વગર આયોજન થઈ શકે છે : ગેમ્સ અધ્યક્ષ
ટોક્યો-2020ના અધ્યક્ષ હાશિમોતોએ કહ્યું કે, ગેમ્સનું આયોજન સો ટકા થશે. જોકે, કોવિડના કારણે દર્શકો વગર યોજાઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘ગેમ્સ તો યોજાશે જ. સવાલ તેને વધુ સુરક્ષિત બનાવવાનો છે. અસુરક્ષાને કારણે તેના વિરોધમાં વધુ અવાજ ઊઠી રહ્યો છે. મારા મતે આપણે દર્શકો વગર આ રમતો માટે તૈયાર રહેવું જોઈએ. મોટાભાગના ખેલાડીને ઓલિમ્પિકમાં રમવાની તક જીવનમાં માત્ર એક વખત મળે છે. અમે બાયો-બબલ બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરીશું’. આ દરમિયાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે કતર અને રવાન્ડામાં સ્પેશિયલ વેક્સિનેશન હબ બનાવી રહી છે. જે ખેલાડી પોતાના દેશમાં વેક્સિન લઈ શકતા નથી તે અહીં લગાવી શકશે.

ઘાનાનો એક ફૂટબોલર પોઝિટિવ
ઘાનાની ફૂટબોલ ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. જાપાન ફૂટબોલ એસોસિયેશન (જેએફએ)એ કહ્યું કે, ઘાનાની અંડર-24 ટીમ જાપાન સાથે ફ્રેન્ડલી મેચ રમવા આવી છે. તેનો એક ખેલાડી પોઝિટિવ છે. જે ઓલિમ્પિક બાઉન્ડ વિદેશી ટીમનો જાપાનમાં પ્રથમ પોઝિટિવ કેસ છે. આ ખેલાડીને આઈસોલેટ કરી દેવાયો છે. ઘાનાની ટીમે શનિવારની મેચ પહેલા મેડિકલ ટીમની મંજુરી લેવાની રહેશે. આ અગાઉ, જેએફએએ બે દિવસ પહેલા જમૈકા સાથેની ફ્રેન્ડલી મેચ પણ રદ્દ કરી હતી. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...