• Gujarati News
  • Sports
  • 44 Years After Winning A Medal In The Men's Long Jump At The Commonwealth Games, Parents Were Also Athletes.

ડોક્ટરનો અભ્યાસ છોડીને એથલીટ બન્યો શ્રીશંકર:44 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ લોન્ગ જમ્પમાં મેડલ અપાવ્યું, માતા-પિતા પણ એથલિટ્સ રહ્યા હતા

બર્મિંગહામ4 દિવસ પહેલા

ભારતના કે. મુરલી શ્રીશંકરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસીક સફળતા મેળવી છે. તેણે લોન્ગ જમ્પ ઇવેન્ટમાં 8.08 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. 44 વર્ષ પછી મેન્સ લોન્ગ જમ્પમાં કોઈ ભારતીયએ મેડલ જીત્યો છે. આ પહેલા સુરેશ બાબુએ 1978માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે શ્રીશંકરનું સપનું છે કે ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવું છે. જો તમે તેમની રમત-ગમત બાબતે તેના જુસ્સાની કહાની સાંભળશો તો તમને પણ વિશ્વાસ આવી જશે કે કેરળનો આ છોકરો પોતાના સપના પુરા કરી શકે છે.

2017માં MBBSની એંટ્રન્સ પરીક્ષા પાસ કરી લીધી હતી
કેટલાક બાળક એવા હોય છે કે જે રમત-ગમતમાં પણ સારા હોય છે અને ભણવામાં પણ. શ્રીશંકર આમાનો જ એક હતો. તેના માતા-પિતા બંને ખેલાડી હતા, જો કે રમત-ગમતને લઇ તેની પાસે કુદરતી ટેલેન્ટ હતુ. આ સિવાય તે અભ્યાસમાં પણ શ્રેષ્ઠ હતો અને 2017માં તેણે MBBS એંટ્રન્સ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. બસ હવે એડમિશન જ લેવાનું હતું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. શ્રીશંકરે રમતમાં કારકિર્દી બનાવવા વિશે પરિવાર સાથે વાત કરી હતી. આ એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તેને ઘરેથી મંજુરી મળી ગઈ હતી, પરંતુ એક શરત સાથે. શરત એ હતી... રમો પણ સાથે એન્જિનિયર પણ બની જાઓ. ડોક્ટરેટમાંથી ડાયરેક્ટ એન્જિનિયરિંગ. શ્રીશંકર બાયોલોજીની સાથે ગણિતમાં પણ શ્રેષ્ઠ હતો. તેણે આ વખતે એન્જીનીયરીંગનની એંટ્રન્સ ક્લિયર કરી અને એડમિશન લઈ લીધું.

મુરલી શ્રીશંકરના માતા-પિતાએ પણ સાઉથ એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યા છે.
મુરલી શ્રીશંકરના માતા-પિતાએ પણ સાઉથ એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યા છે.

પછી તેણે એન્જીનીયરીંગ પણ છોડી દીધુ
શંકરે થોડા દિવસો પહેલા ભાસ્કરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે એન્જીનીયરીંગમાં એડમિશન લઈ લીધુ હતુ, પરંતુ તેના કારણે તેઓ પોતાની રમત પર ધ્યાન આપી શકતો નહતો. તેપ્રયત્ન કરતો હતો કે દિવસે ટ્રેનિંગ કરે અને રાત્રે અભ્યાસ. કેટલાક દિવસ તો આવું ચાલ્યું પણ પછી અઘરુ પડી રહ્યું હતુ. આથી તેણે એન્જીનીયરીંગનો અભ્યાસ પણ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

તેના શિક્ષકે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી
શંકરે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેડિકલમાં પ્રવેશ ન લેવાના તેના આ નિર્ણય પર તેના શિક્ષકે નિરાશા વ્યક્ત કરી હતી. તેમનું માનવું હતું કે શંકરને MBBS કરવું જોઇએ, કારણ કે, દરેક વ્યક્તી આ પ્રવેશ પરીક્ષા પાસ નથી કરી શકતો, પરંતુ તેઓ રમતના સાથે સાથે અભ્યાસ પણ ચાલું રાખી શકે છે.

CWGમાં લાંબી કૂદમાં મેડલ જીતનાર શ્રીશંકર બીજા ખેલાડી છે. તેમના પહેલા સુરેશ બાબુએ 1978માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
CWGમાં લાંબી કૂદમાં મેડલ જીતનાર શ્રીશંકર બીજા ખેલાડી છે. તેમના પહેલા સુરેશ બાબુએ 1978માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

માતા-પિતા બંને સ્પોર્ટ્સપર્સન
મુરલી શંકરના માતા-પિતા બંને સ્પોર્ટ્સપર્સન છે. પિતા એસ. મુરલી આંતરરાષ્ટ્રીય ટ્રીપલ જંપર રહી ચુક્યા છે, જ્યારે માતા કેઅસ બિજમોલ 800 મિટર રનર રહી ચુક્યા છે. એ બંને સાઉથ એશિયન ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય એથલેટીક્સ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. ઘરના અન્ય સભ્યો પણ વિવિધ રમતોમાં ભાગ લેતા હતાં. શંકર પણ બાળપણમાં માતા-પિતા સાથે મેદાન પર જતો હતો. ધીમે ધીમે તેની રુચી એથલેટીક્સમાં વધી હતી. શરૂઆતમાં તેમણે સ્પ્રિંટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

પિતાના કહેવા પર સ્પ્રિંટરથી લોંગ જંપર બન્યા
શ્રીશંકર ચોથા ધોરણમાં હતો ત્યારે તેણે 100 અને 50 મીટરમાં રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યું હતું, પરંતુ દસમાં ધોરણમાં આવ્યા પછી પિતાના કહેવા પર લોન્ગ જમ્પ કરવા લાગ્યો હતો. તેના પિતાનું માનવું હતું કે શંકરનો જંપ વધુ સારો છે. બાળપણમાં તેના પિતાએ જંપ એટલા માટે કરવી દીધા ન હતા કારણ કે તેમને ડર હતો કે ક્યાંક શંકર ઈજાગ્રસ્ત ન થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...