ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશને (GSFA) 3 કેટેગરીમાં ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. જેની શરૂઆત 5 માર્ચ 2022થી થશે અને આમાં કુલ 33 ટીમો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે GSFAના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આ ચેમ્પિયનશિપ શરૂ કરવાનો પ્લાન ઘડ્યો છે. જેની ફાઈનલ મેચ અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં રમાશે. આને 2 ફેઝમાં રમાડવામાં આવશે અને કુલ 11 શહેરો આમાં ભાગ લેશે. જેના વિજેતાઓ AIFA આઈ-લીગ ક્વોલિફાયર્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ટૂર્નામેન્ટની માહિતી
આ ટૂર્નામેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
આ ચેમ્પિયનશિપની વિવિધ કેટેગરીની મેચને GSFAની યૂટ્યૂબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરાશે.
યુવા ફુટબોલરને યોગ્ય તક મળશે - પરિમલ નથવાણી
GSFAના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ કહ્યું કે આ ક્લબ ચેમ્પિયનશિપના આયોજનથી યુવા ખેલાડીને ઘણો લાભ થશે. આ પ્રમાણેની પહેલ દેશમાં ક્લબ કલ્ચરના ફુટબોલને પ્રોત્સાહન આપવા એક પગલું સમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.