આઈપીએલે ક્રિકેટ ચાહકો માટે મનોરંજનના નવા દરવાજા ખોલ્યા છે, તો બીસીસીઆઈ અને ખેલાડીઓ પર જોરદાર ધનવર્ષા કરી છે. 15 વર્ષની 15 સિઝનમાં માત્ર 30 મહિના (પ્રત્યેક સિઝન 2 મહિના) રમાયેલી આઈપીએલના મીડિયા રાઈટ્સ દ્વારા બીસીસીઆઈ અત્યાર સુધી રૂ.24 હજાર કરોડની કમાણી કરી ચૂક્યું છે. આ વખતે ચાલી રહેલી હરરાજીમાં આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્સ લગભગ રૂ.70 હજાર કરોડ સુધીમાં વેચાઈ શકે છે. આઈપીએલ દ્વારા ખેલાડીઓને બોલી તરીકે રૂ.2,470 કરોડ મળી ચૂક્યા છે. ક્રિકેટ ફેન્સને 15 સિઝનમાં 957 ટી20 મેચનો આનંદ લેવાની તક મળી છે.
જ્યારે બીસીસીઆઈ અન્ય મેચોના રાઈટ્સમાંથી 12 વર્ષમાં ફક્ત રૂ. 12,741 કરોડ કમાઈ શક્યું છે
IPL; 410 મેચ માટે ટીવી-ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડમાં વેચાયા
આઈપીએલ મીડિયા રાઈટ્સ માટે ઈ-હરાજી બીજા દિવસે પણ પૂરી થઈ શકી નથી. હજુ તે મંગળવારે પણ ચાલશે. 2023-27 સુધીની 410 મેચના ટીવી અને ડિજિટલ રાઈટ્સ રૂ.44,075 કરોડમાં વેચાયા છે. સ્ટાર ઈન્ડિયાએ ટીવી રાઈટ્સ માટે રૂ. 23,575 કરોડ અને રિલાયન્સે રૂ. 20,500 કરોડમાં ડિજિટલ રાઈટ્સ ખરીદ્યો છે. હવે પેકેજ-સી માટે ટક્કર છે. જેમાં ઓપનિંગ, ફાઈનલ, પ્લે-ઓફ મેચ છે.
આગામી વખતે વધુ ધનવર્ષા; પ્લેયર્સની સેલરી અને પ્રાઈઝ મની પણ વધશે
રિપોર્ટ્સ મુજબ આઈપીએલ 2023 માટે ફ્રેન્ચાઈઝીનું સેલરી પર્સ રૂ.180 કરોડનું થઈ શકે છે, હાલ 90 કરોડ જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.