• Gujarati News
  • Sports
  • 30 Months Of Cricket Played In 15 Years Of IPL, The Board Has Given Rs. 24 Thousand Crore, Players Bid More Than Rs. 2,470 Crore

ભાસ્કર રિસર્ચ:IPLનાં 15 વર્ષમાં 30 મહિના ક્રિકેટ રમાયું, બોર્ડે મીડિયા રાઈટ્સમાંથી રૂ. 24 હજાર કરોડ, ખેલાડીઓએ બોલીમાંથી વધુ રૂ. 2,470 કરોડની કમાણી કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPLની 15 સિઝનમાં કુલ 957 મેચ યોજાઈ ચૂકી છે, એટલે કે ક્રિકેટ ફેન્સે એક્સ્ટ્રા મનોરંજન મેળવ્યું

આઈપીએલે ક્રિકેટ ચાહકો માટે મનોરંજનના નવા દરવાજા ખોલ્યા છે, તો બીસીસીઆઈ અને ખેલાડીઓ પર જોરદાર ધનવર્ષા કરી છે. 15 વર્ષની 15 સિઝનમાં માત્ર 30 મહિના (પ્રત્યેક સિઝન 2 મહિના) રમાયેલી આઈપીએલના મીડિયા રાઈટ્સ દ્વારા બીસીસીઆઈ અત્યાર સુધી રૂ.24 હજાર કરોડની કમાણી કરી ચૂક્યું છે. આ વખતે ચાલી રહેલી હરરાજીમાં આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્સ લગભગ રૂ.70 હજાર કરોડ સુધીમાં વેચાઈ શકે છે. આઈપીએલ દ્વારા ખેલાડીઓને બોલી તરીકે રૂ.2,470 કરોડ મળી ચૂક્યા છે. ક્રિકેટ ફેન્સને 15 સિઝનમાં 957 ટી20 મેચનો આનંદ લેવાની તક મળી છે.

જ્યારે બીસીસીઆઈ અન્ય મેચોના રાઈટ્સમાંથી 12 વર્ષમાં ફક્ત રૂ. 12,741 કરોડ કમાઈ શક્યું છે

  • 2008માં સોનીએ IPLના મીડિયા રાઈટ્સ 10 વર્ષ માટે રૂ.8200 કરોડમાં ખરીદ્યા હતા.
  • 2015માં સ્ટાર ઈન્ડિયાની માલિકીની નોવી ડિજિટલે 3 વર્ષના ડિજિટલ રાઈટ્સ રૂ.302 કરોડમાં લીધા હતા.
  • 2018થી 2022ના IPLમીડિયા રાઈટ્સ સ્ટાર પાસે છે.

IPL; 410 મેચ માટે ટીવી-ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડમાં વેચાયા
આઈપીએલ મીડિયા રાઈટ્સ માટે ઈ-હરાજી બીજા દિવસે પણ પૂરી થઈ શકી નથી. હજુ તે મંગળવારે પણ ચાલશે. 2023-27 સુધીની 410 મેચના ટીવી અને ડિજિટલ રાઈટ્સ રૂ.44,075 કરોડમાં વેચાયા છે. સ્ટાર ઈન્ડિયાએ ટીવી રાઈટ્સ માટે રૂ. 23,575 કરોડ અને રિલાયન્સે રૂ. 20,500 કરોડમાં ડિજિટલ રાઈટ્સ ખરીદ્યો છે. હવે પેકેજ-સી માટે ટક્કર છે. જેમાં ઓપનિંગ, ફાઈનલ, પ્લે-ઓફ મેચ છે.

આગામી વખતે વધુ ધનવર્ષા; પ્લેયર્સની સેલરી અને પ્રાઈઝ મની પણ વધશે
રિપોર્ટ્સ મુજબ આઈપીએલ 2023 માટે ફ્રેન્ચાઈઝીનું સેલરી પર્સ રૂ.180 કરોડનું થઈ શકે છે, હાલ 90 કરોડ જ છે.

  • ખેલાડીઓની સેલરીમાં પણ સારો વધારો થશે, મહત્તમ બોલી રૂ.25 કરોડ સુધી જઈ શકે છે.
  • પ્રાઈઝ મની ઓછામાં ઓછી 25% વધી શકે છે. અત્યારે ચેમ્પિયનને રૂ.20 કરોડ મળે છે.
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું વાર્ષિક પેકેજ પણ વધી શકે છે. અત્યારે એ+ ગ્રેડના ખેલાડીને રૂ.7 કરોડ મળે છે. જેમાં કોહલી, રોહિત અને બુમરાહ છે.
અન્ય સમાચારો પણ છે...