તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો. રૂટ (128*)એ કારકિર્દીની 20મી ટેસ્ટ સદી ફટકારી ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. પ્રથમ દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 3 વિકેટે 263 રન બનાવ્યા હતા. ઓપનર ડોમ સિબ્લેએ પણ 87 રન બનાવ્યા. રૂટે શ્રીલંકામાં પણ બે ટેસ્ટમાં બે સદી ફટકારી હતી. એશિયામાં 9 વર્ષ પછી કોઈ ઈંગ્લિશ બેટ્સમેને સળંગ 3 ટેસ્ટમાં 3 સદી ફટકારી છે. આ અગાઉ 2012માં એલેસ્ટર કૂકે આમ કર્યું હતું. જો રૂટની ભારતમાં 7મી ટેસ્ટ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી છે.
રૂટ 100મી ટેસ્ટમાં સદી ફટકારનારો 9મો ખેલાડી
સિબ્લે અને રોરી બર્ન્સે(33) પ્રથમ વિકેટ માટે 63 રન બનાવ્યા હતા. લોરેન્સ(0) રને આઉટ થયો. રૂટ અને સિબ્લેએ 200 રનની ભાગીદારી સાથે સ્કોર 250ને પાર પહોંચાડ્યો. છેલ્લી ઓવરના ત્રીજા બોલે બુમરાહે સિબ્લેને આઉટ કર્યો.
પ્રથમ ઈનિંગ્સમાં સળંગ 14મી વખત 250+નો સ્કોર
ઈંગ્લેન્ડે ભારતમાં સળંગ 14મી વખત પ્રથમ ઈનિંગ્સમાં 250+નો સ્કોર બનાવી લીધો છે. જોકે, તેમાંથી માત્ર એક મેચમાં જ ટીમ જીતી છે, 7 હારી છે અને 5 ડ્રો રહી છે. 9 વર્ષ બાદ કોઈ ઈંગ્લિશ જોડીએ ભારત સામે 200+ની ભાગીદારી કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.