FIFA વર્લ્ડ કપમાં બીજો મોટો અપસેટ:24મો રેન્ક ધરાવતા જાપાને ગ્રુપ-Eમાં 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 1-2થી હરાવ્યું

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારમાં રમાઈ રહેલા FIFA વર્લ્ડ કપ ફરી એકવાર અપસેટ જોવા મળ્યો છે. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 24મો રેન્ક ધરાવતી જાપાનની ટીમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા હાફમાં પેનલ્ટી ગોલ કર્યા પછી જર્મની મજબૂત સ્થિતિમાં હતું. પરંતુ બીજા હાફમાં જાપાને 8 મિનિટમાં જ બે ગોલ ફટકારીને મેચ જીતી લીધી હતી અને આખા જર્મની સ્તબ્ધ કરી દીધું હતું.

આ વર્લ્ડ કપમાં આ બીજો અપસેટ જોવા મળ્યો હતો. અગાઉ મંગળવારે સાઉદી અરેબિયાએ બે વારની વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 2-1થી પરાજય આપ્યો હતો.

ગ્રુપ-Eની શરૂઆતની મેચમાં જાપાન સામે હાર્યા બાદ જર્મનીના ખેલાડીઓ નિરાશ થયા હતા.
ગ્રુપ-Eની શરૂઆતની મેચમાં જાપાન સામે હાર્યા બાદ જર્મનીના ખેલાડીઓ નિરાશ થયા હતા.

ટાકુમો અસાનોનો ડિસાઇડર ગોલ
33મી મિનિટે જર્મનીના એલ્કાય ગુડોઅને પેનલ્ટીમાં ગોલ મારીને 1-0થી લીડ મેળવી લીધી હતી. પહેલા હાફ સુધીમાં જર્મનીએ 1-0થી લીડ મેળવી લીધી હતી. આ પછી જાપાને એટેકિંગ ગેમ બતાડી હતી. એટેકિંગ ગેમ રમતા જાપાને 75મી મિનિટે ગોલ માર્યો હતો. રિત્સુ ડોઆને મારેલા આ ગોલ પછી પણ જાપાને પોતાના એટેકિંગ ગેમને છોડી નહોતી અને ટાકુમા અસાનોએ 83મી મિનિટે ડિસાઇડિંગ ગોલ ફટકાર્યો હતો.

આ પછી મેચમાં કોઈ ગોલ થયો નહોતો. આમ, આવી રીતે જાપાને ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનની 1-2થી હરાવીને આ ફિફા વર્લ્ડ કપમાં અપસેટ સર્જ્યો હતો. જર્મની 2018ના ફિફા વર્લ્ડ કપમાં પણ સાઉથ કોરિયા સામે હારીને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. ત્યારે ફરી આ વખતે પણ તેમને એશિયન ટીમ સામે હાર મળી છે. જોકે આ વર્લ્ડ કપમાં તેઓ હજુ રેસમાંથી બહાર નથી થયા.

જાપાનના ટાકુમા અસાનોએ 83મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ બાદ સ્કોર લાઇન 2-1 થઈ ગઈ. આ ગોલ વિનિંગ શોટ સાબિત થયો હતો.
જાપાનના ટાકુમા અસાનોએ 83મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ બાદ સ્કોર લાઇન 2-1 થઈ ગઈ. આ ગોલ વિનિંગ શોટ સાબિત થયો હતો.

જર્મની દરેક મોર્ચે આગળ, પણ લીડ મેળવવામાં નિષ્ફળ
જર્મનીએ ગેમમાં રહેવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો. તેઓએ એટેકિંગ ગેમ પણ રમી હતી. આખા મેચમાં જર્મનીએ 26 ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે જાપાને માત્ર 12 જ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો મેચમાં જર્મની બોલ પોઝિશનિંગ 74% હતી, પરંતુ તેઓ લીડ મેળવી શક્યા નહિ. ટીમ માટે એકમાત્ર ગોલ એલ્કાય ગુડોઅને 33મી મિનિટે પેનલ્ટીમાં માર્યો હતો.

જર્મનીના એલ્કાય ગુડોઅને મેચનો પહેલો ગોલ 33મી મિનિટે પેનલ્ટીથી કર્યો હતો.
જર્મનીના એલ્કાય ગુડોઅને મેચનો પહેલો ગોલ 33મી મિનિટે પેનલ્ટીથી કર્યો હતો.

બીજા હાફમાં જાપાન ગેમમાં પરત ફરી હતી
પહેલા હાફમાં જાપાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પરંતુ ટીમે બીજા હાફમાં શાનદાર રીતે ગેમમાં પરત ફરી હતી. જાપાન તરફથી રિત્સુ ડોઆને અને ટાકુમા અસાનોએ ગોલ કર્યા હતા. પહેલો ગોલ ડોઆને 75મી મિનિટે કર્યો હતો.

આવી રીતે થયો છેલ્લો ગોલ
75મી મિનિટે પહેલો ગોલ કર્યા પછી જાપાને એટેકિંગ ગેમ ચાલુ રાખી હતી. આ પ્લાનના કારણે 83મી મિનિટે સબ્સ્ટીટ્યૂટ પ્લેયર ટાકુમો અસાનોએ રાઇટ ફોરવર્ડ સાઇડ બોલને ગોલકીપર સુધી લઈ ગયો હતો, ત્યારે તેના સાથી પ્લેયરને પાસ કરવાની જગ્યાએ તેણે જાતે જ ગોલ ફટકારી દીધો હતો. આ બોલ ગોલકીપરની ઉપરથી ગોલ પોસ્ટમાં ચાલી ગઈ હતી. આવી રીતે મેચનો નિર્ણાયક અને છેલ્લો ગોલ આવ્યો હતો.

મેચ જીત્યા પછી જાપાનના પ્લેયર્સે ઉજવણી કરી હતી.
મેચ જીત્યા પછી જાપાનના પ્લેયર્સે ઉજવણી કરી હતી.

જર્મનીએ મોં પર હાથ મૂકીને વિરોધ કર્યો
મેચ પહેલા ટીમના ફોટો સેશન વખતે જર્મન ખેલાડીઓ તેમના મોં પર હાથ મૂકીને વિરોધ કર્યો હતો.. કતાર સરકારે LGBTQના સમર્થનમાં લવ આર્મબેન્ડ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જર્મનીએ આ અંગે વિરોધ કર્યો હતો.

તેના પર જર્મન ફૂટબોલ એસોસિએશને કહ્યું હતું કે 'ટીમ સમાનતા માટે આર્મબેન્ડ પહેરવા માગતી હતી, પરંતુ અમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. એટલે આ રીતે વિરોધ કરવો જ યોગ્ય હતો.'

મેચની પહેલા જર્મન ટીમે ગ્રુપ ફોટો સેશન વખતે પોતાનું મોઢું ઢાંકીને વિરોધ કર્યો હતો.
મેચની પહેલા જર્મન ટીમે ગ્રુપ ફોટો સેશન વખતે પોતાનું મોઢું ઢાંકીને વિરોધ કર્યો હતો.

જર્મની પાસે હજુ પણ તક છે
પહેલી મેચ હાર્યા પછી જાપાન 3 પોઇન્ટ્સ સાથે પહેલા સ્થાને છે. જર્મની ગ્રુપમાં સૌથી છેલ્લે છે. ગ્રુપ-Eમાં, જર્મનીની હવે સ્પેન અને કોસ્ટા રિકા સામે બે મેચ બાકી છે. જો જર્મની બન્ને મેચ જીતી જાય તો પણ તે 6 પોઇન્ટ્સ સાથે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ફિફા વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં જર્મની અને સ્પેન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાશે.

જર્મની અને જાપાનની સ્ટાર્ટિંગ ઇલેવન
જાપાન: શુઇચી ગોન્ડા (ગોલકીપર), હિરોકી સાકાઇ, કો ઇટાકુરા, માયા યોશિદા, જુન્યા ઇટો, યુટો નાગાટોમો, વાટારુ એન્ડો, એઓઇ તનાકા, ટેકફુસા કુબો, ડાઇચી કામદા અને ડાઇઝેન મેડા.

જર્મની: મેન્યુઅલ ન્યુઅર (ગોલકીપર), ડેવિડ રૌમ, એન્ટોનિયો રુડ્રિગર, નિકોલસ સુલે, નિકો સ્લોટરબેક, જોશુઆ ખિમિચ, એલ્કાય ગુડોઅને, જમાલ મુસિયાલા, થોમસ મુલર, સર્જ નેબરી અને કાઈ હાવર્ટ્ઝ.