• Gujarati News
  • Sports
  • 24 Years After A French Player Won The Ballon D'Or; Legendary Footballers Messi And Ronaldo Out Of Top 10

ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેંઝેમાએ જીત્યો:24 વર્ષ પછી કોઈ ફ્રાંસના ખેલાડીએ બેલોન ડી'ઓર જીત્યો; લેજેન્ડરી ફૂટબોલર્સ મેસ્સી અને રોનાલ્ડો ટૉપ-10માંથી બહાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્રાંસના સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાને ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી'ઓર મળ્યો છે. 34 વર્ષીય બેંઝેમાને મંગળવારે પરિસમાં થિએટર ડૂ ચૈટલેટમાં યોજાયેલા એક સમારોહમાં આ બેલોન ડી'ઓર 2022નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે ફૂટબોલ જગતના બે દિગ્ગજ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિના લિયોનેલ મેસ્સી આ એવોર્ડ રેન્કિંગના ટૉપ-10માં રહ્યા નહોતા.

24 વર્ષ પછી કોઈ ફ્રાંસના ફૂટબોલરને આ એવોર્ડ મળ્યો હતો. બેંઝેમા પહેલા વર્ષ 1998મા ફ્રાંસના મહાન ફૂટબોલર જિનેદીન ઝિદાનને બેલોન ડી'ઓર મળ્યો હતો. બેંઝેમાએ આ એવોર્ડ જીતનારો પાંચમો ફ્રાંસનો ફૂટબોલર બન્યો છે.

બેંઝેમા ગત સીઝનમાં રિયલ મેડ્રિડની સાથે લા લીગા અને ચેમ્પિયન્સ લીગ જીત્યો હતો, જેના પછી આ વર્ષે તે એવોર્ડ જીતવા માટે સૌથી હકદાર ફૂટબોલર હતો.

રોનાલ્ડો-મેસીને 13માંથી 12 એવોર્ડ મળ્યા છે
છેલ્લા 13માંથી 12 એવોર્ડ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે. મેસ્સીએ 7 અને રોનાલ્ડોએ 5 વખત આ એવોર્ડ જીત્યો છે. લુકા મોડ્રિકને આ એવોર્ડ 2018માં જ મળ્યો હતો. આ વખતે પીએસજીને નોમિનેટ કરવામાં આવ્યું નહોતું, જ્યારે 30 ખેલાડીઓની યાદીમાં રોનાલ્ડો 20માં નંબરે રહ્યો હતો.

સ્ટેનલી પછી સૌથી મોટી ઉંમરે એવોર્ડ જીતનારો ફૂટબોલર બન્યો
બેંઝેમા 1956 પછી સૌથી મોટી ઉંમરે બેલોન ડી'ઓર જીતનારો ખેલાડી બન્યો છે. તેની પહેલા ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી સર સ્ટેનલી મૈથ્યૂઝે 41 વર્ષની ઉંમરે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે બેંઝેમાની ઉંમર 34 વર્ષની છે.

ગત સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
બેંઝેમાએ ગત સીઝનમાં રિયલ મેડ્રિડ માટે 46 મેચમાં 44 ગોલ ફટકાર્યા છે. જેમાં લા લીગામાં 27 ગોલ માર્યા છે. તો ચેમ્પિયન્સ લીગના 12 મેચમાં 15 ગોલ ફટકાર્યા છે.