સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલે તેની કરિયરનો 22મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. રવિવારે ફ્રેંચ ઓપનમાં મેંસ સિંગલ્સની ફાઈનલમાં તેમણે નોર્વેના કેસ્પર રુડને સીધા સેટોમાં 6-3, 6-3, 6-0થી પરાજય આપ્યો હતો. આ મેચ 2 કલાક 18 મિનિટ ચાલી હતી. આ સાથે નડાલે 14મી વખત ફ્રેંચ ઓપનનો ખિતાબ મેળવ્યો છે. 36 વર્ષિય નડાલ સૌથી ઉંમરલાયક ફ્રેંચ ઓપન ચેમ્પિયન બન્યા છે. ફાઈનલમાં નડાલ સામે પરાજયનો સામનો કરનાર રુડ તેમના જ શિષ્ય રહ્યા છે. તેઓ 2018થી નડાલની એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે.
રોલેંડ ગૈરોસની લાલ બજરી પર 14મી ફાઈનલ, દરેક વખત ચેમ્પિય રાફેલ નડાલ
નડાલ 14મી વખત ફ્રેંચ ઓપનની ફાઈનલ રમવા ઉતર્યાં હતા. તેમણે રોલેંડ ગૈરોસની લાલ બજરી પર કોઈ પણ ફાઈનલ મેચ નહીં હારવાનો ક્રમ જાળવી રાખ્યો છે. તેઓ વર્ષ 2005માં અહીં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા હતા. વર્ષ 2008 સુધી અહીં ચાર વખત ચેમ્પિયન બન્યા હતા. વર્ષ 2009માં તેમણે ચોથા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 2010થી 2014 સુધી સતત પાંચ વખત આ ખિતાબ જીત્યો હતો.
વર્ષ 2015માં તેમણે ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2016માં ઈજાગ્રસ્ત હોવાને લીધે તેમણે ત્રીજા રાઉન્ડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. વર્ષ 2017થી 2020 સુધી નકાલ અહીં ફરી સતત ચાર વખત ચેમ્પિયન બન્યા છે. ગયા વર્ષે (2021માં) તેમણે સેમીફાઈનલમાં નોવાક જોકોવિચ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ફેડરર અને જોકોવિચ ઉપર બે ગ્રાન્ડ સ્લેમની લીડ મેળવી
બીજી બાજુ નડાલ વિશ્વના સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ખિતાબ મેળવનાર પુરુષ ખેલાડી છે. 22મો ખિતાબ જીતનાર તેના સૌથી નજીકના હરીફ સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેરર અને સર્બિયાના નોવાક જોકોવિચથી બે ખિતાબની લીડ મેળવી લીધી છે. ફેડરર અને જોકોવિચના નામે 20-20 ગ્રાન્ડ સ્લેમ ખિતામ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.