• Gujarati News
  • Sports
  • 20 year old Malvika Beats Olympic Champion Saina Nehwal, Nagpur Player Wins Match In 34 Minutes

બેડમિન્ટનમાં યુવા ટેલેન્ટનો યુગ શરૂ:20 વર્ષની માલવિકાએ ઓલિમ્પિક વિજેતા સાઈના નેહવાલને હરાવી, 34 મિનિટમાં નાગપુરની ખેલાડીએ મેચ જીતી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્જરી પછી હું ક્યાં ઉભી છું તે જોવા આવી હતીઃ સાઈના

ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગુરુવારે નાગપુરની 20 વર્ષીય માલવિકા બંસોડે અનુભવી ખેલાડી અને લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલને હરાવી દીધી છે. વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં માલવિકાએ સાઇનાને 21-17, 21-9થી હરાવી છે. આ મેચ 34 મિનિટ સુધી ચાલી હતી. સાઇના અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં 25માં નંબર પર છે. જ્યારે માલવિકાનો રેન્ક 111મો છે.

પહેલી ગેમમાં 4-4થી ડ્રો બાદ આગળ
પહેલી ગેમની શરૂઆતમાં સાઇના અને માલવિકા વચ્ચે બરાબરીની ગેમ રહી હતી. આ દરમિયાન એક સમયે બંને પ્લેયર 4-4ની બરાબરી પર હતી. પરંતુ ત્યારપછી માલવિકાએ આક્રમક રમત રમી અંત સુધી પોતાની પકડ જમાવી રાખી હતી. બીજી ગેમમાં પણ બંને એક સમયે 2-2ની બરાબરી પર હતી. અહીંથી માલવિકાએ લીડ લીધી અને છેવટે તેને મેચ જીતી લીધી હતી.

કોણ છે માલવિકા?

  • માલવિકા મહારાષ્ટ્રની ઉભરતી બેડમિન્ટન સ્ટાર છે. તેણે અંડર-13 અને અંડર-17 સ્તરે સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી છે.
  • 2018માં, માલવિકાની વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
  • 2018માં તેણે દક્ષિણ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
  • 2019માં તેણે ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ ટૂર્નામેન્ટ જીતી.
  • 2019માં જ, માલવિકાએ માલદીવ્સ ઇન્ટરનેશનલ ફ્યુચર સિરીઝ ટૂર્નામેન્ટનું ટાઇટલ પણ જીત્યું હતું.
પીવી સિંધુની ફાઈલ તસવીર
પીવી સિંધુની ફાઈલ તસવીર

લક્ષ્ય સેન અને પીવી સિંધુ આગળ
ભારતના લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સ્વીડનના ફેલિક્સ બર્સ્ટાડને 21-12, 21-15થી હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં ટોચની ક્રમાંકિત પીવી સિંધુએ ભારતની ઇરા શર્માને 21-10, 21-0થી હરાવી હતી.

સાઈના નેહવાલ
સાઈના નેહવાલ

ઈન્જરી પછી હું ક્યાં ઉભી છું તે જોવા આવી હતીઃ સાઈના
સાઇના નેહવાલ ઘૂંટણ અને ગ્રોઈનની ઈન્જરીમાંથી રિકવર થયા પછી તેની પહેલી ટૂર્નામેન્ટ રમી રહી હતી. માલવિકા સામે હાર્યા પછી તેણે કહ્યું કે હું ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારપછી મેં 27મી ડિસેમ્બરથી ફરી રમવાનું શરૂ કર્યું છે. તેવામાં આ ટૂર્નામેન્ટમાં હું એ જોવા માટે આવી છું કે હું અત્યારે ક્યાં ઊભી છું અને હજુ કેટલા સુધારાની જરૂર છે.

મને ખુશી છે કે હું બે મેચ રમી શકી. જોકે, એ સ્વીકારવું પડશે કે ખરાબ ફિટનેસના કારણે માલવિકા, આકાશી અને સિંધુ જેવી ખેલાડીઓ સામે રમવું ઘણું મુશ્કેલ છે. માલવિકા વિશે સાઈનાએ કહ્યું- તે સારું રમી રહી છે અને તેની રમતમાં સતત સુધારો થઈ રહ્યો છે. તે રેલી રમવામાં શાનદાર છે. આશા છે કે માલવિકા આ ​​ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે.

અન્ય સમાચારો પણ છે...