તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 20 time Grand Slam Champion Nadal Withdraws From Tokyo Olympics And Wimbledon Open

અઘરો નિર્ણય:20 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલે ટોક્યો ઓલિમ્પિક અને વિમ્બલડન ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું

મેડ્રિડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડાલ હાલમાં જ ફ્રેન્ચ ઓપનમાં જોકોવિચ સામે સેમી ફાઇનલમાં હાર્યો હતો
  • આ નિર્ણય લેવો મારા માટે જરા પણ સહેલો ન હતો: રાફેલ નડાલ

સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે 2 મોટી ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત કરી લીધું છે. નડાલે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું કે ટોક્યો ઓલિમ્પિક અને ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપનમાં નહીં રમે. 20વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે એ પણ કહ્યું કે તેના માટે આ નિર્ણય લેવો સહેલો રહ્યો નથી. ફ્રેન્ચ ઓપન રમીને થાકી ગયેલ નડાલે જરૂરી આરામ માટે આ નિર્ણય લીધો છે.

વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન રમશે કે નહીં , તે હજુ સ્પષ્ટ નથી

  • રાફેલ નડાલે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું કે, “મે આ વર્ષે વિમ્બલડનમાં થનારી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપન અને ટોક્યોમાં થનાર ઓલિમ્પિક ગેમ્સમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મારા માટે જરા પણ સહેલો રહ્યો નથી. મે મારા શરીરની સ્થિતિ જોયા બાદ અને મારી ટીમ તથા ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ એ સમજ્યો કે મુશ્કેલ નિર્ણય લેવાનો આ સાચો સમય છે.”
  • તમને જણાવી દઇએ કે ટોક્યો ઓલિમ્પિક આજ વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી જાપાનની રાજધાની ટોક્યોમાં રમાશે. જ્યારે તેની પહેલા વિમ્બલડન રમાશે. એટલે કે વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપનની શરૂઆત 28 જુનથી 11 જુલાઈ સમય દરમ્યાન રમાશે. જ્યારે વર્ષનો અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ઓગસ્ટમાં જ છે. જોકે રાફેલ નડાલ તેમાં પણ રમશે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ નથી.
  • હાલમાં જ પુરી થયેલ બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલ સેમી ફાઇનલમાં હારીને બહાર થયો હતો. તે વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સામે ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં 3-6, 6-3, 7-6, 6-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ જોકોવિચ ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં નડાલને હરાવનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો. નડાલ અત્યાર સુધી કુલ 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. જેમાં 13 ફ્રેન્ચ ઓપન, 4 યુએસ ઓપન અને 2 વિમ્બલડન ઓપન અને 1 ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી ચુક્યો છે.
અન્ય સમાચારો પણ છે...