તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • 20 time Grand Slam Champion Federer Sings Rock Band Beatles Song For Commercials, Second Year Of His Career When He Won't Win A Grand Slam Title

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેડરરે ગીત ગાયું:20 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે કર્મશિયલ માટે રોક બેન્ડ બીટલ્સનું ગીત ગાયું, કરિયરનું બીજું વર્ષ જયારે તે કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતશે નહીં

8 મહિનો પહેલા
1998માં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું બાદ રોજર ફેડરર અત્યાર સુધીમાં સિંગલ્સમાં 103 ટાઇટલ જીત્યો છે. -ફાઈલ ફોટો - Divya Bhaskar
1998માં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું બાદ રોજર ફેડરર અત્યાર સુધીમાં સિંગલ્સમાં 103 ટાઇટલ જીત્યો છે. -ફાઈલ ફોટો
 • રોજર ફેડરરે 2017માં ગ્રિગોર દિમિત્રોવ અને ટોમી હર્ષ સાથે બેકહેન્ડ બોયઝ ગ્રુપનું એક ગીત રેકોર્ડ કર્યું હતું
 • ફેડરર આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પછી જ ટેનિસ કોર્ટથી દૂર છે, તે ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહ્યો છે

20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે એક કમર્શિયલ માટે રોક બેન્ડ બીટલ્સનું ક્લાસિક ગીત 'વિથ ધ લીટલ હેલ્પ ફ્રોમ માય ફ્રેન્ડ્સ' ગાયું છે. તેણે આ ગીતને ઝ્યૂરિખ સ્થિત સ્વિસ ટેલિકોમ કંપની માટે રેકોર્ડ કર્યું.

આ તેની કારકિર્દીનું બીજું વર્ષ છે, જ્યારે કોઈ ગ્રાન્ડસ્લેમ જીત્યો નથી. ગયા વર્ષે પણ ફેડરર કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નહોતો. તેણે મિયામી માસ્ટર્સ ઉપરાંત દુબઇ ઓપનમાં જીત મેળવી હતી.

ફેડરરે ત્રણ વર્ષ પહેલા પણ ગીત રેકોર્ડ કર્યું હતું
આ પ્રથમ વખત નથી જ્યારે આ સ્વિસ ટેનિસ ખેલાડીએ કોઈ ગીત રેકોર્ડ કર્યું છે. અગાઉ, 39 વર્ષીય ફેડરરે ગ્રિગોર દિમિત્રોવ અને ટોમી હાસ સાથે 2017માં ઇન્ડિયન વેલ્સ ટૂર્નામેન્ટ દરમિયાન બેકહેન્ડ બોયઝ ગ્રુપનું એક ગીત ગાયું હતું. ત્રણેય ખેલાડીઓએ 1982ના હિટ આલ્બમ શિકાગોનું 'હાર્ડ ટુ સે આઈ એમ સોરી' ગીત ગાયું હતું. હાસના સસરા અને સંગીતકાર ડેવિડ ફોસ્ટર પિયાનો પર હતો.

ફેડરર આ વર્ષે US ઓપન નથી રમ્યો
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પછી ફેડરર ટેનિસ કોર્ટથી દૂર છે. તે ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહ્યો છે. ફેડરરે કહ્યું કે, હું 2021માં ટેનિસ કોર્ટમાં વાપસી કરીશ. આ તેના કરિયરનું બીજું વર્ષ હશે જયારે તે એકપણ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નથી.

ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે
ફેડરર સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. તે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 US ઓપન અને 1 ફ્રેન્ચ ઓપન જીત્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો