તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 18 year old Carlos And Lelah Make History, Beat Match Winners To Reach Quarterfinals

US ઓપન 2021:18 વર્ષના કાર્લોસ અને લેલાહે રચ્યો ઈતિહાસ, ધુરંધરોને હરાવી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર્લોસ અને લેલાહની ફાઇલ તસવીર - Divya Bhaskar
કાર્લોસ અને લેલાહની ફાઇલ તસવીર

US ઓપન ગ્રાન્ડ સ્લેમમાં મહિલાઓના સિંગલ ઇવેન્ટ્સમાં 18 વર્ષની લેલાહ ફર્નાંડિઝે ફરી એકવાર અપસેટ સર્જ્યો છે. લેલાહે આ વખતે પૂર્વ ચેમ્પિયન અને 16મા નંબરની એંજલિક કર્બરને હરાવી દીધી છે. ડાબા હાથની યુવા કેનેડિયન ખેલાડીએ કર્બરને 4-6, 7-6 (5), 6-2થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પ્રેવશ મેળવી લીધો છે. ક્વાર્ટરફાઇનલમાં લેલાહ સામે એલીના સ્વિતોલિનાનો પડકાર રહેશે. સ્વિતોલિનાએ ફાઇનલ-16 રાઉન્ડમાં સિમોના હાલેપને 6-3, 6-3થી હરાવી હતી.

પાવ્બુચેંકોવા 10 વર્ષ પછી અંતિમ-16માં
મહિલા સિંગલ્સની અન્ય મેચમાં ફ્રેન્ચ ઓપનની રનર-અપ અનાસ્તાસિઝા પાબ્લુચેન્કોવા 10 વર્ષ પછી વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમના અંતિમ-16માં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. રશિયાની પાવલ્યુચેન્કોવાએ દેશબંધુ વરવરા ગ્રેશેવાને 6-1, 6-4થી હરાવી હતી. આગામી રાઉન્ડમાં, પાવલુચેન્કોવાનો સામનો કેરોલિના પ્લિસ્કોવા સાથે થશે, જેણે અજલા ટોમલજાનોવિકને 6-3, 6-3થી હરાવી હતી.

2019ની ચેમ્પિયન બિયાન્કા એન્ડ્રીસ્કુએ ગ્રીટ મિન્નેનને 6-1, 6-2થી સતત 10મી જીત પ્રાપ્ત કરી હતી. બિયાન્કાએ US ઓપનમાં અત્યારસુધી એકપણ મેચ હારી નથી અને હવે ક્વાર્ટરફાઇનલમાં તેની ટક્કર મારિયા સક્કારી સામે થશે.

સબલેન્કા પહેલીવાર US ઓપનની ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશી
બીજા ક્રમાંકિત આર્યના સબાલેન્કાએ ચોથા રાઉન્ડની મેચ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સબલેન્કાએ એલિસ મર્ટેન્સને 6-4, 6-1થી હરાવીને પ્રથમ વખત US ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

કાર્લોસ અલકારેઝે રચ્યો ઇતિહાસ
મહિલાઓ સિવાય પુરુષોની સિંગલ્સમાં પણ રસાકસી ભરી ટક્કર જોવા મળી હતી. સ્પેનના 18 વર્ષીય કાર્લોસ અલકારેઝે પીટર ગોઝોક્જિકને હરાવી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કાર્લોસ 1990 પછી કોઇપણ ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની પહેલા માઇકલ ચાંગ 1990માં 17 વર્ષની ઉમંરમાં ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો હતો. કાર્લોસ સામે હવે 12મા ક્રમાંકની ફેલિક્સ ઓગરની ટક્કર થશે.

140 વર્ષમાં પહેલીવાર ઇટાલીના 2 ખેલાડી અંતિમ-16માં પ્રવેશ્યા
ઈટાલીના જાનિક સિનેર અને માટિયો બેરેટિની પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ ટૂર્નામેન્ટના 140 વર્ષના ઇતિહાસમાં પેહલીવાર બે ઈટાલિયન ખેલાડી અંતિમ-16માં પહોંચ્યા છે. સિનેરે 3 કલાક 41 મિનિટ સુધી ચાલેલી મેચમાં 17મા નંબરના ખેલાડી ગેલ મોનફિલ્સને 7-6, 6-2, 4-6, 6-2થી હરાવીને પહેલીવાર ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. હવે તેની ટક્કર ઓલિમ્પિક ચેમ્પિયન એલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે થશે.

બોપન્ના-ઇવાન પ્રીક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા
ભારતના રોહન બોપન્ના અને તેના ક્રોએશિયન ભાગીદાર ઇવાન ડોડિગ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બોપન્ના-ઇવાને એક કલાક અને 56 મિનિટ સુધી ચાલેલી મેચમાં મોનાકોના હ્યુગો નેસ અને ફ્રાન્સના આર્થર રિન્ડરનેચટની જોડીને 6-3, 4-6, 6-4થી હરાવી હતી. આ જોડી હવે ચોથી ક્રમાંકિત અમેરિકન જોડી રાજીવ રામ અને બ્રિટનના જો સેલિસબરી સામે ટકરાશે. બોપન્ના ટુર્નામેન્ટમાં એકમાત્ર ભારતીય ચેલેન્જર છે.

અન્ય સમાચારો પણ છે...