ભારતનો ચેસ પ્લેયર રામબાબૂ પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ ચેમ્પિયન મૈગ્નસ કોર્લસનને પરાસ્ત કરી દીધો છે. આ એ જ કાર્લસન છે જે દિગ્ગજ ચેસ માસ્ટર અને 5 વારના ચેમ્પિયન કાર્લસનને હરાવી ચેમ્પિયન બન્યો હતો. 16 વર્ષીય રામબાબૂ પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ ચેમ્પિયન કોર્લસનને ચેઝબલ માસ્ટર્સના 5મા રાઉન્ડમાં હરાવી દીધો છે. આ ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનાનંદ રમેશપ્રભુની કાર્લસન સામે બીજી જીત છે. અગાઉ તેણે ફેબ્રુઆરીમાં કાર્લસનને પરાસ્ત કર્યો હતો.
એક ભૂલ અને મેચ ગુમાવી બેઠો વર્લ્ડ ચેમ્પિયન
ચેઝબલ માસ્ટરર્સના પાંચમા રાઉન્ડમાં કાર્લસને એક ભૂલ કરી અને મેચ ગુમાવી બેઠો હતો. તેણે 40મા મૂવ દરમિયાન પોતાનો કાળો ઘોડો ખોટી જગ્યાએ મૂકી દેતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જેનો ફાયદો ઉઠાવી ભારતીય ખેલાડીએ અચાનક માસ્ટર સ્ટ્રોક રમ્યો અને મેચમાં પોતાની પકડ બનાવી લીધી હતી. ત્યારપછી ભારતીય ખેલાડીએ કહ્યું કે હું આવી રીતે જીતવા માગતો નથી. આ જીતની સાથે જ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદની નોકઆઉટમાં પહોંચવાની આશા વધી ગઈ છે.
પ્રજ્ઞાનાનંદના 12 પોઈન્ટ થઈ ગયા
150 હજાર અમેરિકન ડોલર એટલે (લગભગ 1.16 કરોડ રૂપિયા)ની રકમ વાળી આ ટૂર્નામેન્ટના બીજા દિવસ પછી ભારતીય સ્ટાર પ્રજ્ઞાનાનંદના 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે કાર્લસન બીજા નંબર પર છે. તો ચીનનો વી.યી. આ ટૂર્નામેન્ટમાં પહેલા સ્થાન પર છે. વળી દુનિયાનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર અભિમન્યૂ મિશ્રા પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે, જેમાં 16 ખેલાડી સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.