CWG ઈતિહાસમાં સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી જીતી:14 વર્ષની અનાહતે 6 વર્ષ મોટી ખેલાડીને સ્કવૉશમાં હરાવી

બર્મિગહામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીની રહેવાસી 14 વર્ષની અનાહત સિંહે ખેલ જગતમાં કમાલ કરી દેખાડી છે. સામાન્ય રીતે આ ઉંમરના બાળકો સ્કૂલ બેગ અને વીડિયો ગેમ્સમાં વ્યસ્ત જોવા મળે છે, પરંતુ અનાહતે આ નાની ઉંમરમાં કોમનવેલ્થ ગેમ્સ સુધીની સફર કરી છે.

અનાહત બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થમાં સૌથી નાની ખેલાડી છે. અનાહતે શુક્રવારે સ્કવૉશમાં પોતાના રાઉન્ડ ઓફ 64ની મેચ જીતી છે. આ સીનિયર કેટેગરીમાં તેમના કરિયરની પહેલી જીત છે. ઓપનિંગ મેચમાં તેને પોતાનાથી 6 વર્ષ મોટી સેન્ટ વિન્સેટની જેડા રૉસને 11-5, 11-2, 11-0થી હરાવી છે.

જીત પછી કહ્યું- મારી પાસે ગુમાવવા માટે કંઈજ ન હતું
જીત પછી અનાહતે કહ્યું, 'હકિકતમાં આ ઘણી જ રોમાંચર અને મજેદાર છે. આ મારી પહેલી સીનિયર ટૂર્નામેન્ટ છે, પરંતુ મને ખ્યાલ ન હતો કે શું આશા રાખવાની છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધી, મારી અંદર વિશ્વાસ વધતો ગયો. મારી પાસે ગુમાવવા માટે કંઈ જ ન હતું. મારા પરિવારના ઘણાં લોકો અહીં છે અને તે બધાં જ જોરદાર રીતે મને ચીયર કરી રહ્યાં હતા.'

કોચએ કહ્યું- તેનામં કોર્ટની સારી સમજ
યાદગાર જીત પછી કોચ ક્રિસ વૉકરે કહ્યું, 'તેની પાસે સમસ્યાના સમાધાન માટે ઘણું સારુ કૌશલ છે. તે ઘણી જ સ્માર્ટ છે. તેને કોર્ટની સારી સમજ છે અને રેકેટનો સારો ઉપયોગ કરી શકે છે. 14 વર્ષની ઉંમરમાં તમે ફક્ત તે પ્રતિભાને વિકસિત કરવામાં મદદ કરવા ઈચ્છો છો. હું તેમની સાથે કામ કરતાં જે થોડો સમય આપ્યો તે ઘણો જ મજેદાર રહ્યો. આ ભવિષ્ય માટે ઘણું જ રોમાંચક છે. તે એક લવલી ગર્લ છે.'

કોચે આગળ કહ્યું કે અનાહત આ એટેન્શન વચ્ચે પણ શાનદર વલણ રાખે છે. તે ફક્ત તેની જર્નીનો આનંદ માણે છે. તેને ત્રીજી ગેમ 11-0થી જીતી, તે હારશે તેવું હતું જ નહીં. તે પૂરી ધગશની સાથે રમતી હતી. જ્યારે તે રમતી હતી ત્યારે તેની રમતમાં પરિપક્વતા જોવા મળે છે. અનાહતને અંડર-15 સ્તર પર તેના પ્રભાવશાળી પ્રદર્શન પછી ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે એશિયાઈ જૂનિયર સ્કવૉશ અને જર્મન ઓપનની જીત પણ સામલે છે.'

અનાહતે શરૂઆતમાં ત્રણ ગેમ જીતી
અનાહતે શરૂઆતમાં ત્રણ ગેમ જીતી

નાની બહેનની શુભકામના...
અનાહતની નાની બહેનોએ તેને એક દિવસ પહેલાં જ શુભકામના મોકલી હતી.

બહેનની સાથે સ્કવૉશ રમવા જતી હતી
હાલ 9માં ધોરણની સ્ટૂડન્ટ અનાહત જ્યારે 6 વર્ષની હતી ત્યારે પોતાની બહેનની સાથે સ્કવૉશ રમવા જતી હતી, પરંતુ ત્યારે તેને બેડમિન્ટનમાં કેરિયર બનાવવું હતું. બહેનની સાથે રમતાં રમતાં અનાહતને ક્યારે સ્કવૉશ સાથે પ્રેમ થઈ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. 2 વર્ષ પછી 8 વર્ષની ઉંમરથી અનાહતે રમતને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું.

અનાહત જ્યારે 8 વર્ષની હતી ત્યારથી જ સ્કવૉશ રમી રહી છે.
અનાહત જ્યારે 8 વર્ષની હતી ત્યારથી જ સ્કવૉશ રમી રહી છે.

6 વર્ષની કરિયરમાં જીત્યાં છે 46 નેશનલ મેડલ
અનાહતે 6 વર્ષના કરિયરમાં 46 નેશનલ સર્કિટ ટૂર્નામેન્ટ, 2 નેશનલ સર્કિટ ટાઈટલ, બે નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યાં છે. તેને 8 ઈન્ટરનેશનલ ખિતાબ પણ જીત્યા છે. જેમાં બ્રિટિશ જૂનિયર સ્કવૉશ ઓપન (2019) અને યુએસ જૂનિયર સ્કવૉશ ઓપન (2021) તેના મેજર ટાઈટલ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...