તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રતના જુનિયર ખેલાડી વિવિધ રમતોમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. 15 વર્ષથી નાની વયના અનેક ખેલાડી ભવિષ્યના સ્ટાર દેખાઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ટેનિસ, શૂટિંગ સહિત અનેક રમતોમાં પોતાનો દબદબો બતાવ્યો છે. તેમની પાસે આગામી સમયમાં ઓલિમ્પિકમાં મેડલની પણ અપેક્ષા છે. અમે આપને આવા જ કેટલાક ખેલાડી અંગે અહીં જણાવી રહ્યા છીએ....
સોહિની મોહંતી (12 વર્ષ)
12 વર્ષની સોહિની મોહંતી ઓડિશાની ટેનિસ ખેલાડી છે. તેણે 2019માં નેશનલ સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં અંડર-12 ગર્લ્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું. તેણે 40થી વધુ નેશનલ ટાઈટલ જીત્યા છે. તે અંડર-14માં પણ રમે છે.
પ્રીતમ બ્રહ્મા (9 વર્ષ)
બેબી લીગમાં ગુવાહાટી સિટી એફસી માટે રમતો પ્રીતમ મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી પસંદ થયો હતો. તેણે 18 ગોલની સાથે 16 આસિસ્ટ પણ કર્યા હતા. લેફ્ટ વિંગર પ્રીતમને જર્મનીના પૂર્વ સ્ટાર ફૂટબોલર ઓજિલે જર્સી મોકલી છે.
હંસિની રાજન(10 વર્ષ)
2020માં ચેન્નઈની ટેબલ ટેનિસ ખેલાડી હંસિનીએ સ્વીડિશ મિની કેડેટ કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. શરત કમલને કોચિંગ આપી ચુકેલા મુરલીધર રાવની દેખરેખમાં ટ્રેનિંગ લઈ રહી છે. તે 2028માં ઓલિમ્પિકમાં મેડલની દાવેદાર મનાય છે.
અભિનવ શો (12 વર્ષ)
બંગાળનો અભિનવ શો શૂટર છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ગોલ્ડ જીતીને તે ગેમ્સમાં ગોલ્ડ જીતનારો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો. જોયદીપની દેખરેખ હેઠળ ટ્રેનિંગ. તેનું નામ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાના નામ પર રખાયું છે.
લક્ષ્ય શર્મા (15 વર્ષ)
લક્ષ્ય શર્માને બેડમિંટનનું ભવિષ્ય મનાય છે. અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં તેણે પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 2019માં ગ્લાસગો યુથ ઈન્ટરનેશનલ જીત્યું અને સ્વિસ યુથ ઓપન ટૂર્નામેન્ટ જીતી હતી. તેના નામે અનેક નેશનલ મેડલ પણ છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.