તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • 105 Year Old Athlete Man Kaur's Condition Improves, Chief Minister Punjab Gave Financial Assistance Of 5 Lakhs, Now Taking Fruit Diet

વેટરન એથલીટ માન કૌરનું નિધન:105 વર્ષની ઉંમરે પંજાબનાં ડેરાબસ્સીમાં અંતિમ શ્વાસ લીધા, ચિક બ્લેડરનાં કેન્સરથી પિડાઈ રહ્યા હતા

2 મહિનો પહેલા
  • પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી

દેશ-વિદેશમાં ચર્ચિત 105 વર્ષની દિગ્ગજ એથલીટ માન કૌરનું નિધન થઈ ગયું છે. શનિવારે બપોરે 1 વાગ્યે પંજાબનાં ડેરાબસ્સીમાં અંતિમ શ્વાસ લીધા હતા. માન કૌર ચિક બ્લેડર કેન્સરથી પિડાઈ રહ્યા હતા.

માન કૌરના નિધનના એક કલાક પહેલા બપોરે 12 વાગ્યે એમના પુત્ર ગુરદેવ સિંહે જણાવ્યું હતું કે હવે માન કૌર સ્વસ્થ થઈ રહ્યા છે અને એમના શરીર અને પેટમાં દુખાવો પણ ઓછો થઈ રહ્યો છે. પહેલા માન કૌર પોતાના પગ આગળ-પાછળ નહોતી કરી શકતી, પરંતુ હવે એ પોતાના પગને પણ હલાવી શકે છે. ખુરશી પર બેસવા માટે પણ હવે તે સક્ષમ છે. પરંતુ બપોરે 1 વાગ્યે અચાનક એમનું અવસાન થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

નારી શક્તિનો અવોર્ડ પણ મળી ચૂક્યો છે
માન કૌરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી ઇવેન્ટ્સમાં 35થી વધુ મેડલ જીત્યા હતા. કોવિડ-19 પહેલા તે સતત મેડલ જીતીને ત્રિરંગાની શાન વધારી રહી હતી. માન કૌરની આવી જ ઉપલબ્ધીઓને જોતા 2020માં એને નારી શક્તિ અવોર્ડથી પણ સન્માનિત કરાઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં જે સ્ફુર્તિથી સન્માન મેળવવા માટે માન કૌર સ્ટેજ પર પહોંચી હતી, એ જોઇને તો રાષ્ટ્રપતિ પણ અચંબિત થઈ ગયા હતા.

પંજાબ સરકારે કરી હતી આર્થિક સહાય
પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા એમને 5 લાખ રૂપિયાનો ચેક ડીસી પટિયાલાનાં માધ્યમથી મળ્યો હતો. આના સિવાય શિરોમણિ અકાલી દળના ધારાસભ્ય એન કે શર્માએ પણ એક લાખનો ચેક હોસ્પિટલ પહોંચીને આપ્યો હતો. વળી માસ્ટર્સ એથલેટિક્સ એસોસિએશને પણ એમને આર્થિક સહાય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...