જ્યારે કલરીપયટ્ટુની વાત થાય તો કેરળનું નામ જ યાદ આવે છે. પરંતુ કોઈએ વિચાર્યું નહીં હોય કે જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ આ રમતમાં શાનદાર પ્રદર્શન કરશે. આ ખેલો ઈન્ડિયા ગેમ્સમાં જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 10 ખેલાડીઓ ખેલો ઈન્ડિયા ગેમ્સમાં કલરીપયટ્ટુમાં મેડલના દાવેદાર છે. આ રમત જમ્મુ-કાશ્મીરના બાળકોને સેલ્ફ ડિફેન્સમાં પણ મદદ કરી રહ્યું છે.
ટીમના કોચ અરશદ અઝીઝે કહ્યું કે,‘અમારી ટીમમાં 3 છોકરીઓ સહિત 10 સભ્યો છે. આ દેશનું સૌથી જૂનું માર્શલ આર્ટ્સ છે, જોકે અમે તેનો પ્રારંભ 2017માં કર્યો હતો. 2015માં ફેડરેશન બન્યા બાદ અમે આ રમતના વિસ્તરણ માટે પ્રયાસ કર્યા હતા. પ્રથમવાર નેશનલમાં 8 બાળકો સાથે ઉતર્યા ત્યારે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો હતો. તે પછીની ગેમ્સમાં અમે રમતમાં સુધાર કરતા 2 ગોલ્ડ મેળવ્યા હતા.’ તેમણે કહ્યું કે- બાળકોનો મેડલથી ઉત્સાહ વધે છે. આ કારણે ઘણા બાળકો રમત સાથે જોડાયા છે. શ્રીનગરની કુબરાએ કહ્યું કે,‘કોચને કારણે મને પ્રથમવાર આ રમતે અંગે જાણવા મળ્યું. મે આ ઉપરાંત ટેકવાન્ડોમાં ભાગ લીધો છે.
દુઆ-તાંજિલિયાના કિક બોક્સિંગમાં પણ મેડલ
તાંજિલયા બડગામની રહેવાસી છે, તેણે કહ્યું કે, ‘હું રોજ 3 કલાક ટ્રેનિંગ કરું છું. મારા માતા-પિતા હંમેશા મને પ્રેરિત કરે છે. મે અત્યારસુધી પાંચ રમતમાં નેશનલ સ્તરે ભાગ લીધો છે. કલરીપયટ્ટુ ઉપરાંત કિક બોક્સિંગ, ટેકવાન્ડો અને કરાટેમાં પણ મેડલ જીત્યા છે.’ બડગામની દુઆના પિતા વોલીબોલ પ્લેયર રહ્યા છે. દુઆએ કહ્યું કે,‘મે લૉકડાઉન સમયે પણ પ્રેક્ટિસ છોડી નહોતી. અભ્યાસ પર પણ ફોક્સ હતું. કિક બોક્સિંગ અને ટેકવાન્ડોમાં પણ નેશનલ્સમાં ભાગ લીધો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.