ઓલિમ્પિયન્સને મદદ:ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓ સાથે 10 મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ઇંગ્લેન્ડની ટીમની સાથે 10 મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પણ જોડાશે. જે એથ્લિટ અને સ્ટાફની મદદ કરશે. તે રમતમાં ટીમના સભ્યો માટે એક રમત મનોવૈજ્ઞાનિકની રીતે કામ કરશે. બ્રિટિશ ઓલિમ્પિક એસોસિયેશને કહ્યું, ‘અમે પહેલાથી જ મેન્ટલ હેલ્થને ઘણું ગંભીરતાથી લીધું છે. પણ અમે માનીએ છીએ કે આવા મુદ્રાઓ સામાન્ય જીવનમાં ક્યારેય વધુ ગંભિર નથી રહ્યા.’

ઓલિમ્પિકમાં મોટાભાગે 206 દેશના એથ્લિટો એક બીજાને મળતા હોય છે અને એકબીજાના અનુભવો શેર કરતા હોય છે. પણ આ વખતે આવી પરિસ્થિતિ નથી. એથ્લિટોને લાંબા સમય સુધી પોતાના રૂમમાં બંધ રહેવાનું રહેશે. બીજા સાથે ઓછામાં ઓછી વાત કરવાની રહેશે.

આ કારણથી ખેલાડી તણાવમાં આવી શકે છે. જેને જોતા બ્રિટિશ એસોસિયેશને નિર્ણય લીધો છે. ગેમ્સની શરૂઆત 23 જુલાઇથી થઇ રહી છે. અત્યાર સુધી બ્રિટનન 284 ખેલાડીઓ 23 રમતમાં ક્વોલિફાઇ થઇ ચૂક્યા છે.

ભારતીયોને પણ મળી શકે છે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત
ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની સાથે પણ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જઇ શકે છે. ક્વોલિફાઈ કરી ચૂકેલ ગેમ્સ ફેડરેશનના કોચ, ડૉક્ટરની સાથે મેન્ટ હેલ્થ એક્સપર્ટનો પ્રસ્તાવ ભારતીય ઓલિમ્પિક સંઘને મોકલાયો છે.

અન્ય સમાચારો પણ છે...