તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યશસ્વિનીએ ભારતને ત્રીજો ગોલ્ડમેડલ અપાવ્યો, ઓલમ્પિક કોટા હાંસિલ કરનારી દેશની 9માં ક્રમની શૂટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યશસ્વિની સિંહ દેસવાલે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો
  • તેમણે 2004ની ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા યૂક્રેનની ઓલેના કોસ્તેવિચની હરાવી

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય મહિલા શૂટર યશસ્વિની સિંહ દેસવાલે બ્રાઝિલમાં શનિવારે મોડી રાતે ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન(ISSF)માં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડમેડલ હાંસિલ કર્યો છે. તેમણે ફાઈનલમાં 2004ની આલમ્પિક ચેમ્પિયન યુક્રેનની ઓલેના કોસ્તેવિચને હરાવી હતી. યશસ્વિની આ ગોલ્ડમેડલ સાથે ઓલમ્પિક કોટા મેળવનારી દેશની 9માં ક્રમની શૂટર બની ગઈ છે. આ પહેલા અંજુમ મૌદ્રિલ, અપૂર્વી ચંદેલા, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, દિવ્યાંશ સિંહ, રાહી સરનોબત, સંજીવ રાજપૂત અને મનુ ભાકરે ઓલ્મપિક કોટા મેળવ્યો છે. 
ભારત આ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ, એક  સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ચુક્યું  છે.  યશસ્વિની પહેલા અભિષેક વર્મા અને મહિલા શૂટર ઈલાવેલિન વાલારિવાને આ વર્લ્ડ કપમાં પોતાના નામે ગોલ્ડમેડલ કર્યો હતો. 

યશસ્વિની ક્વોલિફાઈન્ગ રાઉન્ડમાં પહેલા સ્થાન પર હતીઃ પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પિયન 22 વર્ષની યશસ્વિનીએ આઠ મહિલાઓના ફાઈનલમાં 236.7નો સ્કોર કર્યો હતો. વર્લ્ડ નંબર-1 પર કોસ્તેવિચ 234.8 પોઈન્ટ જ મેળવી શકી હતી. 

યશસ્વિની શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનારી ચોથી ભારતીય મહિલાઃ યશસ્વિની શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડમેડલ જીતનારી ચોથી ભારતીય મહિલા બની છે. તેમના પહેલા ઈલાવેનિલ(આ જ વર્લ્ડ કપમાં),અપૂર્વી ચંદલા અને અંજલિ ભાગવતે આ સિદ્ધી મેળવી હતી. અપૂર્વીએ આ વર્ષે નવી દિલ્હી અને મ્યૂનિખ (જર્મની)માં ગોલ્ડ જીત્યો હતો.  

અન્ય સમાચારો પણ છે...