તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tyson, Who Was The Youngest Heavyweight Champion, Said: "There Is No Danger Of Death, I Am Looking Forward To It.

સૌથી યુવા હેવિવેઇટ ચેમ્પિયન રહી ચૂકેલા ટાયસને કહ્યું- મોતનો જરાય ભય નથી, તેની જ રાહ જોઈ રહ્યો છું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાયસને કહ્યું- જીવવા માટે બહુ હિમ્મત જોઈએ છે. - Divya Bhaskar
ટાયસને કહ્યું- જીવવા માટે બહુ હિમ્મત જોઈએ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક. પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન માઇક ટાયસનનું કહેવું છે કે તેઓ મૃત્યુથી ડરતા નથી અને તેની જ રાહ જોઈ રહ્યા છે. 53 વર્ષીય ટાયસન 1987માં 20 વર્ષની વયે હેવીવેઇટ ચેમ્પિયન બનનાર સૌથી યુવા બોક્સર બન્યા હતા. તેમણે કહ્યું, “હવે તે દિવસો વીતી ગયા છે. જીવવું એ મૃત્યુ કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. હું જાણતો હતો કે તાલીમ અથવા લડત દરમિયાન મારું મૃત્યુ થઈ શકે છે. પરંતુ મને ડર નથી કારણ કે જો કોઈ મારવાનું હોત તો હું તેને મારી નાખત." તેમણે વધુમાં કહ્યું કે મને ખબર નથી કે આ સાચું છે કે નહીં. કારણ કે જીવવા માટે ખૂબ હિંમત જોઈએ છે. હિંમત વિના તમે જીવનની મુશ્કેલીઓનો સામનો કરી શકતા નથી. જીવન એ એક યાત્રા છે, એક સંઘર્ષ છે. લોકો પાસે બધું છે, છતાં તેઓ જીવતા નથી. આપણે આપણી જાતને ગંભીરતાથી લઈએ છીએ. વિચારો કે આપણે કંઈક છીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે કંઈ નથી. અગાઉ ટાયસને કહ્યું હતું કે, તે બોક્સિંગમાંથી નિવૃત્તિ લીધા પછી જીવનમાં ખાલીપણું અનુભવે છે. 2013માં ટાયસને કહ્યું હતું- મરવા નથી માંગતો 2005માં ટાયસને પોતાને એક નિષ્ફળ માનવી તરીકે વર્ણવ્યો હતો. તેમણે મિશનરીમાં જોડાવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. 2013માં ડ્રગ્સે તેમને મોતની નજીક લાવી દીધા હતા. પરંતુ તેમણે કહ્યું હતું કે, હું મરવા માંગતો નથી, મારે સાદગીથી જીવન જીવવું છે.

અન્ય સમાચારો પણ છે...