તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The ICC Has Changed The Super Over Rule Which Sets Boundary Wins After 3 Months Of World Cup 2019 Drama.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈસીસીએ નિયમ બદલ્યો, હવે સેમી ફાઈનલ અને ફાઈનલમાં કોઈ ટીમ જીતી ન જાય ત્યાં સુધી સુપર ઓવર ફેંકાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વર્લ્ડકપ 2019ના ડ્રામાના 3 મહિના પછી બાઉન્ડ્રીથી જીત નક્કી કરનારો સુપર ઓવર નિયમ ICCએ બદલ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એક કરતા વધુ વખત અલગ અલગ ડ્રામા થયા હતા. છેલ્લે સુપર ઓવરમાં પણ બાઉન્ડ્રીની સંખ્યાના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હવે ICCએ આ નિયમમાં ફેરફાર કર્યો છે.  ઈંગ્લેન્ડે  ન્યૂઝીલેન્ડને 50 ઓવર અને સુપર ઓવર ગણીને સૌથી વધારે બાઉન્ડ્રી(ફોર અને સિક્સર) મારવાના નિયમથી હરાવ્યું હતું.    આ ઘટના બાદ ICC પર પ્રશંસકો અને ભૂતપૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ઠલવાયો હતો. હવે જોકે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે જો ટાઇની પરિસ્થિતિમાં સુપર ઓવર રમાડવામાં આવે અને તે સુપર ઓવર પણ ટાઇ થાય તો ફરી પાછી સુપરઓવર રમાડવામાં આવશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી કોઇ વિજેતા જાહેર થઇ જાય.    બોર્ડ મિટીંગ બાદ ICCએ એક નિવેદનમાં કહ્યું, ''આઇસીસી ક્રિકેટ કમિટીની ભલામણોના આધારે ચીફ એક્ઝીક્યૂટીવ્સ કમિટીએ નક્કી કર્યું છે કે આઇસીસી ઇવેન્ટમાં સુપર ઓવર દ્વારા પરિણામ નક્કી કરવાનું ચાલુ રાખવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઇ થાય તો મેચ ટાઇ ગણાશે. સેમિફાઇનલ અને ફાઇનલમાં સુપરઓવરના નિયમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. સુપર ઓવર ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એક ટીમ બીજી ટીમ કરતા વધુ રન નથી કરી લેતી.  ''

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો