કિપચોગે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનારો પ્રથમ દોડવીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલિયુડ કિપચોગની તસવીર - Divya Bhaskar
ઇલિયુડ કિપચોગની તસવીર
  • 1:59:40 કલાકમાં 42.2 કિમી મેરેથોન પૂરી કરી
  • મેરેથોનની દુનિયાનું સૌથી મોટું બેરિયર તૂટ્યું

વિએનાઃ કેન્યાના ઇલિયુડ કિપચોગે મેરેથોનની દુનિયાનું સૌથી મોટું બેરિયર તોડી નાંખ્યું. તે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનાર વિશ્વનો પ્રથમ દોડવીર બન્યો છે. તેણે વિએનામાં ઇનિયોસ 1:59 ચેલેન્જમાં 1 કલાક, 59 મિનિટ, 40 સેકન્ડમાં 42.2 કિમી મેરેથોન પૂરી કરી. જો કે તે સત્તાવાર રેકોર્ડ મનાશે નહીં. કારણ કે તે ઓપન ઇવેન્ટ નહોતી. તેમાં 34 વર્ષના કિપચોગે એકલો ઉતર્યો હતો. તેણે સરેરાશ દર 17.08 સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપ્યું હતું. એવું 422 વખત કર્યું ત્યારે મેરેથોન પૂરી કરી. મેરેથોનનો સત્તાવાર રોકોર્ડ (2:01:39 કલાક) એ પણ તેના નામે જ છે.

બેરિયર તોડનાર રનર
4 મિનિટથી ઓછા સમયમાં એક માઈલની રેસ: સર રોજર બેનિસ્ટર (1954)
10 સેકન્ડમાં 100 મીટરની રેસ: ફ્રેન્કી ફ્રેડરિક્સ (1993) 
2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન: ઇલિયુડ કિપચોગે (2019)