વિન્ટર વેડિંગ / સાનિયા મિર્ઝાની બહેન પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના દિકરા સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે

Sania Mirza's sister Anam to marry Mohammad Azarhuddin's son Asad in December

  • સપ્ટેમ્બરમાં અનમે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરીને 'બ્રાઇડ ટુ બી' લખ્યુ હતુ
  • અસદ ક્રિકેટમાં તેના પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી, તે હાલમાં ગોવાની રણજી ટીમ માટે રમે છે

Divyabhaskar.com

Oct 09, 2019, 12:54 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું કે, તેની બહેન અને ફેશન સ્ટાઇલિશ અનમ મિર્ઝાના લગ્ન ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દિકરા અસદની સાથે થશે.

સાનિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''અસદ-અનમ ડિસેમ્બરમાં લગ્ન કરશે. હાલમાં અમે પેરિસમાં તેની બેચલર ટ્રિપ પૂરી કરીને પરત ફર્યા છીએ."

તેણે વધુ ઉમેર્યું કે, ''તે ખૂબ જ પ્રેમાળ છોકરાની સાથે લગ્ન કરી રહી છે, તેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝહરુદ્દીનનો દિકરો છે અને અમે આ સંબંધોને લઇને ઉત્સાહિત છીએ.''

સપ્ટેમ્બરમાં અનમે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરીને 'બ્રાઇડ ટુ બી' લખ્યુ હતુ. અસદ પણ અવારનવાર પોસ્ટ કરતો જોવા મળ્યો છે. તેણે થોડા સમય પહેલા બંને બહેનો સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિથ ટુ ગોરજીયસ લેડી. અસદ ક્રિકેટમાં તેના પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી. તે હાલમાં ગોવાની રણજી ટીમ માટે રમે છે.

અનમના લગ્ન નવેમ્બર 2016માં હૈદરાબાદના બિઝનેસમેન અકબરની સાથે થયા હતા, જેમાં ફિલ્મ, રાજનીતિ અને ફેશન ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. જોકે આ લગ્નના 2 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થયા હતા.

X
Sania Mirza's sister Anam to marry Mohammad Azarhuddin's son Asad in December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી