• Home
  • Sports
  • Latest News
  • Rs. The only cricketer in Kohli's top 100, earning a revenue of Rs 173 crore and Messi earns 5 times more

ફોર્બ્સ / 173 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે કોહલી ટોપ-100માં એક માત્ર ક્રિકેટર, મેસીની આવક તેનાથી 5 ગણી વધારે

Rs. The only cricketer in Kohli's top-100, earning a revenue of Rs 173 crore and Messi earns 5 times more

  • ફોર્બ્સના 2019ના લિસ્ટમાં મેસી 881.72 કરોડ રૂપિયાની કમાણી સાથે ટોપ પર
  • કોહલી ગઈ વખતે 83માં સ્થાનથી ખસીને 100માં સ્થાન પર પહોંચ્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 02:08 PM IST

લંડન: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ફરી એક વાર ફોર્બ્સમાં સૌથી વધારે કમાણી કરતાં ખેલાડીઓની લિસ્ટમાં ટોપ-100માં જગ્યા બનાવનાર એકમાત્ર ક્રિકેટર બન્યા છે. જૂન 2018થી લઈને જૂન 2019 સુધી તેમની વાર્ષિક કમાણી રૂ. 7 કરોડ વધીને રૂ. 173.5 કરોડ થઈ ગઈ છે. તેમ છતા તેઓ ગયા વખતે 83માં સ્થાને હતા ત્યાંથી ખસીને 100માં સ્થાન પર પહોંચી ગયા છે.

બીજી બાજુ પહેલીવાર આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પછાડીને ટોપ પર પહોંચ્યા છે. ગયા વર્ષે તેમની કમાણી રૂ. 881.72 કરોડ નોંધવામાં આવી છે. જ્યારે આ દરમિયાન રોનાલ્ડોની કમાણી 756.35 કરોડ નોંધવામાં આવી છે. આમ, આ પ્રમાણે ટોપ 100ના પહેલાં સ્થાન પર મેસી છે અને તેમની કમાણી વિરાટ કોહલી કરતાં પાંચ ગણી વધારે નોંધવામાં આવી છે. ફોર્બ્સે વાર્ષિક કમાણીમાં ખેલાડીઓની સેલરીની સાથે સાથે ટૂર્નામેન્ટમાં જીતેલી રકમ, તેમના એન્ડોર્સમેન્ટ અને જાહેરાતથી થનાર કમાણીને પણ સામેલ કરી છે.

ટોપ-100માં સેરેના વિલિયમ્સ એક માત્ર મહિલા ખેલાડી: મહિલાઓમાં ટેનિસ ખેલાડીમાં સેરેના વિલિયમ્સ ટોપ-100માં સામેલ એક માત્ર મહિલા છે. ગયા વર્ષે તેમની કમાણી 202.5 કરોડ નોંધવામાં આવી હતી. ટેનિસ ખેલાડીઓમાં પુરુષ કેટેગરીમાં રોજર ફેડરર રૂ. 647 કરોડની કમાણી સાથે પાંચમાં સ્થાને છે.

ફોર્બ્સના લિસ્ટમાં આ વખતે 25 દેશના ખેલાડીઓ સામેલ: સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓમાં ગઈ વખતે 22 દેશના ખેલાડીઓના બદલામાં આ વખતે 25 દેશના ખેલાડીઓ સામેલ થયા છે. તેમની કુલ કમાણી અંદાજે 4 અબજ ડોલર (રૂ. 27,763 કરોડ) નોંધવામાં આવી છે. જે ગઈ વખત કરતાં 5 ટકા વધારે છે. ગઈ વખતે અમેરિકન બોક્સર ફ્લોયડ મેનેદર 1978 કરોડની વાર્ષિક કમાણી સાથે 1 નંબર પર હતા. એટલે કે તેમની કમાણી આ વખતે મેસી અને રોનાલ્ડોની સંયુક્ત કમાણી કરતા પણ વધારે હતી. ખાસ વાત એ છે કે, લિસ્ટમાં પહેલીવાર એક સાથે ત્રણ ફૂટબોલર રેન્કિંગમાં ટોપ-3માં છે.

X
Rs. The only cricketer in Kohli's top-100, earning a revenue of Rs 173 crore and Messi earns 5 times more
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી