• Home
  • Sports
  • Latest News
  • Sehwag's wife complained against a business partner, taking a loan of Rs 4.5 crore from fake signature

છેતરપિંડી / સહેવાગની પત્નીએ કરી બિઝનેસ પાર્ટનરની વિરુદ્ધ ફરિયાદ, નકલી સહીથી 4.5 કરોડની લોન લેવાનો આરોપ

  • ક્રિકેટર સહેવાગની પત્ની આરતીની એગ્રો-બેઝડ કંપનીમાં આઠ પાર્ટનર
  • આરતીએ કહ્યું- એગ્રીમેન્ટમાં મારી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો, જે મે કયારેય કરી નથી

Divyabhaskar.com

Jul 13, 2019, 06:10 PM IST

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ તેના બિઝનેસ પાર્ટનરની વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે પાર્ટનરોએ તેમની નકલી સહીથી લેેન્ડર્સ પાસેથી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી. પોલિસે છેતરપિંડીનો કેસ નોંધયો છે.

આરતી સહેવાગની એક એગ્રો-બેઝડ કંપની છે. તેમાં આઠ પાર્ટનર છે. આરતીએ ફરિયાદમાં કહ્યું કે પાર્ટનરોએ લેન્ડર્સ સામે મારા પતિનું નામ વાપરીને લોન લીધી. તેમણે લેન્ડર્સને બે પોસ્ટડેટેડ ચેક પણ આપ્યા છે.

મે સહી કરી નથી- આરતી

આરતીએ જણાવ્યું કે કંપની આ લોનને ચૂકવવામાં અસફળ રહી. બાદમાં લેન્ડર્સે મારી સામે કોર્ટમાં કેસ કર્યો. આ પ્રક્રિયા દરમિયાન એ વાત પ્રકાશમાં આવી કે એગ્રીમેન્ટમાં મારી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો, જે મે કયારેય કરી નથી. આ વાત મારા માટે ચોકાવનારી હતી. આરતી સહેવાગની ફરિયાદ પર પોલિસે આરોપીઓની સામે કલમ 420,468, 471 અને 34 અંતર્ગત કેસ કર્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી