• Home
  • Sports
  • Latest News
  • Federer defeated Nadal in the finals of the 12th time, the Grand Slam semi final for the first time

વિમ્બલડન / ફેડરર 12મી વાર ફાઈનલમાં, પ્રથમ વાર ગ્રાન્ડ સ્લેમની સેમીફાઈનલમાં નડાલને હરાવ્યો

  • ફેડરરે નડાલને 7-6(7/3), 1-6, 6-3, 6-4થી હરાવ્યો
  • ફાઈનલમાં ફેડરરનો મુકાબલો વર્લ્ડ નંબર-1 જોકોવિચ સાથે થશે

Divyabhaskar.com

Jul 13, 2019, 02:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ સ્વિઝરલેન્ડના રોજર ફેડરર વિમ્બલડનની સેમીફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલને હરાવ્યો છે. તેમણે નડાલને પ્રથમ વાર કોઈ ગ્રેન્ડ સ્લેમની સેમીફાઈનલમાં હરાવ્યો છે. આ જીતની સાથે જ ફેડરર 12મી વખત વિમ્બડલનની ફાઈનલમાં પહોંચી ગયો છે. તેમણે નડાલને 7-6(7/3), 1-6, 6-3, 6-4ને હરાવ્યા હતા. ફેડરરની આ 31મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હશે. રવિવારે એવોર્ડ મુકાબલામાં તેમનો સામનો વર્લ્ડ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચ સાથે થશે.

ફેડરરે જોકોવિચથી 6 ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ વધુ રમ્યા

ખેલાડી ફાઈનલ
રોજર ફેડરર 31
રાફેલ નડાલ 26
નોવાક જોકોવિચ 25
ઈવાન લેંડલ 19
પીટ સૈમ્પ્રાસ 18

ફેડરરે 11 વર્ષ બાદ વિમ્બલડનમાં નડાલને હરાવ્યો

બંને ખેલાડી આ ટુર્નામેન્ટમાં 11 વર્ષ બાદ સામ-સામે આવ્યા હતા. અગાઉ 2008માં ફાઈનલમાં નડાલે ફેડરરને 6-4, 6-4, 7-6, 7-6, 9-7થી હરાવીને એવોર્ડ જીત્યો હતો. બંને વચ્ચે આ મુકાબલો 4 કલાક 48 મિનિટ ચાલ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી