ક્રિકેટ / દ. આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી આજે, છેલ્લી 10 ટેસ્ટમાં 6 ઓપનર્સે માત્ર 2 સદી ફટકારી છે

IND VS SA Indian cricket team selection today news and updates
IND VS SA Indian cricket team selection today news and updates

  • ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 2થી 23 ઓક્ટોબર દરમિયાન ત્રણ ટેસ્ટ રમશે
  • વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર ઓપનર લોકેશ રાહુલે ચાર ઇનિંગ્સમાં 101 રન બનાવ્યા હતા
  • ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, ટીમમાં રાહુલની જગ્યાએ રોહિત શર્માને ઓપનર તરીકે સ્થાન મળી શકે છે

Divyabhaskar.com

Sep 12, 2019, 09:42 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી બે મેચ માટેની ટીમનું ચયન ગુરુવારે મુંબઈમાં થશે. ટીમ ઇન્ડિયા 2થી 23 ઓક્ટોબર દરમિયાન દ. આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ રમશે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર ઓપનર લોકેશ રાહુલે ચાર ઇનિંગ્સમાં 101 રન બનાવ્યા હતા. તેનું સ્થાન નક્કી નથી. તેની જગ્યાએ રોહિત શર્માને ઓપનર તરીકે જગ્યા મળી શકે છે. રોહિતે પોતાની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડિસેમ્બર 2018માં ફિફટી મારી હતી. તેણે અણનમ 63 અને 5 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારતીય ટીમ છેલ્લી 10 ટેસ્ટમાં 6 ઓપનર્સને રમાડી ચૂકી છે, પરંતુ કોઈ પણ સફળ થયું નથી. તેમાં રાહુલે સૌથી વધુ 9 ટેસ્ટ રમી છે. તે દરમિયાન તેણે માત્ર 1 સદી ફટકારી છે. અન્ય 6 ઓપનર્સે કુલ 2 સદી અને 4 ફિફટી મારી છે. તેમાંથી 3 ફિફટી 4 ટેસ્ટ રમનાર મયંક અગ્રવાલે મારી છે. એક સદી અને એક ફિફટી પૃથ્વી શોએ મારી છે.

વિન્ડીઝ ટૂર પર ઓપનર્સે માત્ર એક ફિફટી મારી હતી

  • રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં 44,38, 13 અને 6 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા વર્ષે ઓવલમાં 149 રનની ઇનિંગ્સ રમી હતી.
  • તે પછી રાહુલે છેલ્લી 7 ઇનિંગ્સમાં એક પણ ફિફટી મારી નથી. બીજી તરફ મયંક અગ્રવાલે ચાર ઇનિંગ્સમાં 5,16,55 અને 4 રન કર્યા હતા.

ઈશ્વરન, પ્રિયાંક પંચાલ અને શુભમન પણ રેસમાં શામેલ
બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરને ફર્સ્ટ ક્રિકેટમાં 52 મેચમાં 49.59ની એવરેજથી 4067 રન કર્યા છે. આ દરમિયાન તેણે 13 સદી પણ ફટકારી હતી. ઈશ્વરને ઇન્ડિયા રેડ તરફથી રમતા ગઈ મેચમાં ઇન્ડિયા ગ્રીન વિરુદ્ધ 153 રન કર્યા હતા. બીજી તરફ ગુજરાતના કપ્તાન પ્રિયાંક પંચાલે 87 મેચમાં 47.22ની એવરેજથી 6186 રન કર્યા છે. તેણે 21 સદી મારી છે. પ્રિયાંકે શ્રીલંકા A સામે 160 રનની ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલે 13 મેચમાં 74.88ની એવરેજથી 1348 રન કર્યા છે. તેના નામે 4 સદી છે અને તેણે ઓગસ્ટમાં વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.

હાર્દિકની વાપસી સંભવ, ભુવનેશ્વર બહાર થઇ શકે છે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ટીમની બહાર છે. આ દરમિયાન તેને ઇજા થઇ હતી તેમજ કોફી વિથ કરન શોવાળો વિવાદ પણ થયો હતો. તેને વિન્ડીઝ સામે આરામ આપવામાં આવ્યો હતો. તે ટીમમાં વાપસી કરી શકે છે. બીજી તરફ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ રમનાર ભુવનેશ્વર કુમાર ફિટ હોવા છતાં ટીમની બહાર રહ્યો છે. ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હાજર હોવાથી તેને સ્થાન મળવું અઘરું છે.

ભારતની સંભવિત ટીમ: મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમન સાહ (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

X
IND VS SA Indian cricket team selection today news and updates
IND VS SA Indian cricket team selection today news and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી