તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ નથી બનાવ્યા, અમારી વચ્ચે કોઈ ડીલ નથી થઈ: શાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- હું બીસીસીઆઈનો અધ્યક્ષ નક્કી નથી કરતો, તે માટે તેમની ચૂંટણી પ્રક્રિયા હોય છે
  • શાહે કહ્યું- પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી 2021 માટે અમને કોઈ ચહેરાની જરૂર નથી
  • સૌરવ ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનશે, બિનહરીફ નિર્ણયની જાહેરાત 23 ઓક્ટોબરે કરાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા બિનહરીફ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. આ વિશે અટકળો ચાલી રહી છે કે, ભાજપ અને ગાંગુલી વચ્ચે 2021માં થનારી બંગાળની ચૂંટણી વિશે ડીલ થઈ છે. આ વિશે ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ દરેક વાતોને ખોટી ગણાવી છે. શાહે કહ્યું કે, અમે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ નથી બનાવ્યા અને અમારી વચ્ચે કોઈ ડીલ નથી થઈ.
શાહે કહ્યું કે, બીસીસીઆઈનું અધ્યક્ષ કોણ બનશે તે હું નક્કી નથી કરતો. તે માટે બીસીસીઆઈની તેમની એક ચૂંટણી પ્રક્રિયા છે. ગાંગુલી સાથે મારે આ વિશે કોઈ મીટિંગ કે ડીલ નથી થઈ.

અમે કોઈ એક વગર પણ ચૂંટણી જીતી શકીએ છીએ
શાહને પૂછવામાં આવ્યું કે, ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ પદના બદલે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી 2021માં ભાજપનો ચહેરો બનશે?  આ વિશે ગૃહમંત્રી એ કહ્યું કે, આ માત્ર સૌરવ ગાંગુલી વિશે ખોટી વાતો કરવામાં આવી રહી છે. અમારે બંગાળમાં કોઈ ચહેરાની જરૂર નથી. કોઈ ચહેરા વગર પણ અમે લોકસભા ચૂંટણીમાં 18 સીટો જીતી હતી. તેનો અર્થ એ નથી થતો કે ચહેરાની જરૂર નથી. પરંતુ કોઈ એક ચહેરા વગર તો અમે ચૂંટણી જીતી જ શકીએ છીએ.

ગાંગુલી સાથે મુલાકાતમાં કોઈ પ્રોબ્લેમ નથી
ગયા વર્ષે અમિત શાહે સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. ત્યારે ગાંગુલી ભાજપમાં જોડાય તેવી અટકળો પણ ચાલી રહી હતી. આ સવાલ વિશે ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ગાંગુલી ઈચ્છે ત્યારે મને મળવા આવી શકે છે. હું ઘણાં વર્ષો સુધી ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો છું. સૌરવ ગાંગુલી અને મારી મુલાકાત સ્વાભાવિક છે.

ગાંગુલી 10 મહિના માટે અધ્યક્ષ બનશે
ગાંગુલીના બિનહરીફ નિમણૂકની જાહેરાત 23 ઓક્ટોબરે થશે. તેઓ 10 મહિના માટે બોર્ડના અધ્યક્ષ બનશે. ગાંગુલી 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ છે. નવા નિયમો પ્રમાણે બોર્ડના કોઈ પણ સભ્ય સતત 6 વર્ષ કોઈ એક પદ પર રહી શકે છે. તે સિવાય અમિત શાહનો દિકરો જય શાહને સચિવ પદ માટે અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધૂમલને કોષાધ્યક્ષ માટે નીમવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો