• Gujarati News
  • National
  • Amit Becomes The First Indian Male Boxer To Win A Silver At The World Boxing Championship, Losing 5 0 To The Final

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારો પહેલો ભારતીય પુરુષ બોક્સર બન્યો અમિત, ફાઇનલમાં 5-0થી હાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉઝબેકિસ્તાનના બોક્સર શાખોબિદિન જોરેવએ સામે અમિત પંઘાલનો પરાજય
  • અમિતે કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને 3-2થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું

એકાતેરિનબર્ગ: અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 52 કિલોગ્રામ ફ્લાઇવેટ શ્રેણીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બોક્સર બની ગયો છે. શનિવારે રમાયેલા મુકાબલામાં તેને ઉઝબેકિસ્તાનના બોક્સર શાખોબિદિન જોરેવે 5-0થી હાર આપી હતી. રશિયાના એકાતેરિનબર્ગમાં થયેલા સેમિફાઇનલ મુકાબલામાં અમિતે કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમિતનો આ પહેલો સિલ્વર મેડલ છે. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. ગઇ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં તે પહોંચ્યો હતો. 2017માં તેણે એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક મેળવ્યો હતો. તે યુરોપની સૌથી જૂના અને પ્રતિષ્ઠિત બોક્સિંગ સ્પર્ધા સ્ટ્રાંડજા મેમોરિયલમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર છે.