• Home
  • Sports
  • IPL 2019
  • Shah Rukh said that the best in Kolkata's defeat was that our grandfather was in the winning team

આઇપીએલ / શાહરૂખે કહ્યું, કોલકાતાની હારમાં સૌથી સારી વાત એ છે કે અમારા દાદા જીતનારી ટીમમાં હતા

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 10:05 AM
Shah Rukh said that the best in Kolkata's defeat was that our grandfather was in the winning team
X
Shah Rukh said that the best in Kolkata's defeat was that our grandfather was in the winning team

  • દિલ્હી કેપિટલ્સે ઇર્ડન ગાર્ડન્સ પર કોલકાતા નાઇટડાઇડર્સને 7 વિકેટે હરાવ્યું
  • ગાંગુલીએ 2008થી 2010 સુધી કોલકાતાની ટીમનું નેતૃત્વ કર્યુ હતું

સ્પોર્ટ્સ ડેસ્ક. આઇપીએલની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઇટરાઇડર્સ ટીમને સાત વિકેટે હરાવી હતી. દિલ્હી કેપિટલ્સે ઇર્ડન ગાર્ડન્સ પર 2012 બાદ પહેલી વખત જીત નોંધાવી છે. હાર બાદ કોલકાતાના માલિક શાહરૂખ ખાને વિપક્ષી ટીમના સલાહકાર સૌરવ ગાંગુલીને યાદ કર્યા. તેણે ટ્વિટ દ્વારા કહ્યું કે, અમારી હારમાં ફક્ત આ જ સારી વાત છે, કે દાદા જીતનારી ટીમમાં હતા. ગાંગુલી કોલકાતાનો રહેવાસી છે. 

શાહરૂખે લખ્યું કે, શુભમન ગિલ અને આંદ્રે રસેલ ખૂબ જ સરસ રીતે રમ્યાં. કોઇ વાંધો નથી અમે હારી ગયા, અમારા બોલર્સ થોડા નિરાશ થયા છે. આ મેચમાં હાર ઉપરાંત અમારા માટે સૌથી સારી સકારાત્મક બાબત એ હતી કે, જીતનારી ટીમમાં અમારા દાદા એટલે કે સૌરવ ગાંગુલી ઇર્ડન ગાર્ડન્સ પર હતા. દિલ્હી કેપિટ્લ્સને જીતની શુભેચ્છા.

ત્રણ વર્ષ સુધી કોલકાતા માટે રમી ચૂક્યા છે ગાંગુલી

1.ગાંગુલી કોલકાતાના પહેલા કેપ્ટન હતા. તેમણે 2008થી 2010 સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું. ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ 2011માં તેમને રિટેન ન કર્યા. ત્યાર બાદ તે બે સિઝન માટે પુના વૉરિયર્સ તરફથી રમ્યાં. ગાંગુલી પહેલી વખત 2012માં ડગ આઉટમાં નજરે પડ્યા હતા. દિલ્હી કેપિટલ્સે આ વર્ષે ગાંગુલીને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App