વન સ્પોર્ટ્સ વન પોલિસી / ટેસ્ટમાં એક બનાવટના બોલનો પ્રસ્તાવ,142 વર્ષ જૂના રમતના મેદાનની સાઈઝ નક્કી નહીં

One Sports One Policy A creation ball proposal in the test
X
One Sports One Policy A creation ball proposal in the test

  • ટેસ્ટ ક્રિકેટમાં એક પ્રકારના બોલને લઇને નિયમ બનાવવા એમસીસીએ આઇસીસીને સૂચન કર્યું  
  • ક્રિકેટમાં ગ્રાઉન્ડની લંબાઇને લઇને સ્ટાન્ડર્ડ માપદંડ નથી બન્યો  
  • બેડમિન્ટન, ટેનિસ, હોકી સહિત બીજી રમતોમાં મેદાનની લંબાઇ અને પહોળાઇ ફિક્સ હોય છે 

divyabhaskar.com

Mar 15, 2019, 12:23 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક. એમસીસી ટેસ્ટ ક્રિકેટમાં એક જ પ્રકારના બોલના ઉપયોગને લઇને સહમત છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ 142 વર્ષ જુની આ રમતના ગ્રાઉન્ડની લંબાઇ હાલ સુધી નક્કી કરાઇ નથી. ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ પણ આ નિયમોને બદલવા જોઇએ. ટેસ્ટમાં ભલે આની અસર ના હોય, પરંતુ વન-ડે અને ટી-20 ક્રિકેટમાં મેચના પરિણામ પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં મેદાનની એવરેજ લંબાઇ 80થી 85 મીટર હોય છે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં 55-60 મીટર હોય છે. 

ક્રિકેટના નિયમોમાં હાલ સુધી ત્રણ મોટા ફેરફાર થયા

1. એમપીઓ નિયમથી દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપની સેમિ.માં હાર્યું
1992 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ઇંગ્લેન્ડની સામે 7 બોલમાં 22 રન કરવાના હતા. મેચ પૂર્ણ થાય તે પહેલાં 12 મિનિટ સુધી વરસાદ પડ્યો. આ પછી મોસ્ટ પ્રોડક્ટિવ ઓવર મેથડના (એમપીઓ) નિયમે દક્ષિણ આફ્રિકાને એક બોલ પર 22 રનનો સ્કોર મળ્યો. નિયમ મુજબ પહેલાં બેટિંગ કરવાવાળી ટીમે ઇનિંગ્સમાં જે ઓવરમાં સૌથી ઓછા રન કર્યા હોય છે. બેટિંગ ટીમના એટલાં રન અને ઓવર ઓછી થઇ જાય છે. આ મેચનું પરિણામ પછી એમપીઓનો ખૂબ જ વિરોધ થયો. આ પછી તે 1997માં પહેલીવખત ડકવર્થ લુઇસ નિયમ આવ્યો જે આજ સુધી ચાલે છે.
2. ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં 30 મીટર સુધીનું અંતર
પિચની લંબાઇ 22 યાર્ડ (20.11 મીટર ) અને 30 યાર્ડ (27.43 મીટર ) નક્કી છે. પરંતુ મેદાનની લંબાઇ હજુ નક્કી નથી. ICCએ ટેસ્ટ ક્રિકેટ માટે પ્લેઇંગ એરિયા 150 યાર્ડ (137.16 મીટર ) ન્યૂનતમ માપદંડ અને સૌથી વધારે 180 યાર્ડ (164.59 મીટર )નો હોઇ શકે. આ સિવાય સ્ક્વેર બાઉન્ડ્રી 65 યાર્ડ (59.43 મીટર ) અને સ્ટ્રેટ બાઉન્ડ્રી 70 યાર્ડ (64 મીટર ) નાનામાં નાનું હોવું જોઇએ. ન્યૂઝીલેન્ડના ઇડન પાર્કની સ્ટેટ બાઉન્ડ્રી માત્ર 45 મીટર ની છે. ન્યૂઝીલેન્ડમાં પિચથી ગ્રાઉન્ડ બાઉન્ડ્રી એવરેજ 55-60 મીટર હોય છે. ભારતમાં આ 70 થી 75 જ્યારે ઓસ્ટ્રેલાયમાં 80થી 85 મીટર સુધીની હોય છે.
3. 1992માં ક્રિકેટને થર્ડ એમ્પાયર મળ્યો, આથી આઉટનો નિર્ણય વધારે પારદર્શક બન્યો
1992માં ક્રિકેટમાં થર્ડ એમ્પાયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિયમ પ્રમાણે જ્યારે બે મેદાન પર રહેલાં એમ્પાયર કેચ, રન આઉટ અથવા સ્ટમ્પિંગનો નિર્ણય અસહમત હોય છે ત્યારે તે થર્ડ એમ્પાયરની પાસે મોકલવામાં આવે છે. ડરબનમાં ભારત અને દ.આફ્રિકાની વચ્ચે રમાયેલી ટેસ્ટમાં સચિન તેંડુલકર (રનઆઉટ) આનો પહેલો શિકાર થયો હતો. 
4. 2015માં પિંક બોલથી ટેસ્ટ, એક વર્ષમાં ટેસ્ટ જોવાવાળાની એવરેજ 16 ટકા સુધી વધી
2015માં પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે એડિલેડમાં રમાઇ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી હતી. ટેસ્ટને રસપ્રદ બનાવવા માટે આઇસીસીએ આ પગલું ભર્યું હતું. આ વર્ષે આવેલાં સર્વે પ્રમાણે હાલ સુધીમાં 86 ટકા લોકો ટેસ્ટ વધારે જોવાની પસંદ કરે છે. એક વર્ષ પહેલાં આ સંખ્યા 70 ટકા હતી. એટલે પિંક બોલના કારણે ગેમ રસપ્રદ બની છે. 
5. ડ્યૂક બોલથી જ રમવા પર મોહર લાગી શકે છે
આજે ટેસ્ટમાં ત્રણ પ્રકારના બોલનો ઉપયોગ કરવામાં આવે છે. કુકાબુરા, ડ્યૂક અને એસજી. ભારતમાં જ્યાં એસજી જ્યારે ઇંગ્લેન્ડ-વિન્ડિઝમાં ડ્યૂક બોલનો ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલિયા સહિત ટેસ્ટ રમવાવાળા 9 દેશમાં કુકાબુરા બોલનો ઉપયોગ થાય છે. એમસીસી ડયૂકબોલને લઇને વધારે સહમત દેખાય છે. તેના અનેક કારણ છે. આ બોલ જલ્દી ખરાબ થતો નથી જ્યારે જુનો થાય ત્યારે સ્પિનર્સને પણ મદદ મળે છે. જ્યારે કુકાબુરામાં સિલાઇ ઘસાઇ જાય છે. જુનો થવાના કારણે સ્પિનર્સને મદદ મળે છે. જ્યારે એસજી બોલ જલ્દી ચમક ગુમાવે છે અને સોફ્ટ પણ થઇ જાય છે. 
6. ગત 10 વર્ષનું રિઝલ્ટ પણ ડ્યૂક બોલના પક્ષમાં છે
1 જાન્યુઆરી 2009થી હાલ સુધીમાં ત્રણ મોટા દેશોમાં અલગ-અલગ બોલથી રમાયેલી ટેસ્ટ મેચનું પરિણામ ડ્યૂક બોલના પક્ષમાં છે. ભારતમાં એસજી બોલથી 48 ટેસ્ટ રમાઇ જેમાં 38નું પરિણામ આવ્યું. એટલે જીત 79 ટકા રહી. ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચો કુકાબુરાથી 56 મેચ રમાઇ. 46માં પરિણામ આવ્યું. એટલે લગભગ 82 ટકા રહ્યું. ઇંગ્લેન્ડમાં ડ્યૂક બોલથી આ દરમિયાન 70 મેચ રમાઇ. જેમાંથી 59નું પરિણામ આવ્યું. એટલે 84 ટકા મેચમાં પરિણામ આવે છે. ભારતીય ટીમના કેપ્ટન કોહલી પણ ડ્યૂક બોલના પક્ષમાં છે.
7. આ રમતોના મેદાનની સાઈઝ નક્કી
ટેનિસ : કોર્ટ 23.77 મીટર લાંબો અને 8.23 મીટર પહોળો
હોકી : મેદાનની લંબાઇ 91.4 મીટર, પહોળાઇ 55 મીટર 
ફૂટબોલ : મેદાનની 110 મી. લંબાઇ, 75 મીટર પહોળાઇ 
બેડમિન્ટન : કોર્ટ 13.4 મી. લાંબો અને 6.1 મીટર પહોળો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી