વર્લ્ડ કપ / વરસાદના કારણે વેસ્ટ ઇન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ

Divyabhaskar.com

Jun 11, 2019, 02:44 PM IST
South Africa-West Indies match will start in a short time, the tournament has not won against the African team for 16 years

  • બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો હતો
     

સ્પોર્ટ્સ ડેસ્કઃ વરસાદના કારણે વેસ્ટ ઇન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની વર્લ્ડકપની 15મી મેચ રદ કરવામાં આવી હતી. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે.

વર્લ્ડ કપની 15મી મેચમાં સોમવારે સાઉથમ્પટનમાં વેસ્ટઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટવ ફાફ ડુપ્લેસિસ અને ક્વિંટન ડીકોક મેદાન પર છે. હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. આફ્રિકી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ ઓપનર હાશિમ અમલા છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. શેલ્ડન કોટરેલની બોલિંગમાં ગેલે કેચ પકડ્યો હતો. કોટરેલે એડેન માર્કરામ (5)ને વિકેટકીપર શાઈ હોપના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

વેસ્ટઈન્ડીઝ ટીમે બે ફેરફાર કર્યા છે. ઈવિન લેવિસ અને આંદ્રે રસેલ આ મેચમાં નહીં રમે. રસેલ ઈજાના કારણે મેચમાંથી બહાર થયા છે. બન્નેની જગ્યાએ કેમાર રોચ અને ડૈરેન બ્રાવોને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરાયા છે. તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પણ બે ફેરફાર કર્યા છે. એડેન માર્કરામ અને બ્યૂરેન હૈંડ્રિક્સનને પણ છેલ્લી ઘડીએ મેચમાં સામેલ કરાયા છે. તબરેજ શમ્સી અને જેપી ડુમિનીને ટીમમાંથી બહાર કરાયા છે.

દક્ષિણ આફ્રિકા V/S વેસ્ટઈન્ડિઝ હેડ ટુ હેડઃ બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 61 વનડે રમ્યા છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાની ટીમ 44 મેચ જીતી છે. વેસ્ટઈન્ડિઝને ફક્ત 15 મેચમાં જ સફળતા મળી છે. એક મુકાબલો ટાઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. દક્ષિણ આફ્રીકાને 4 અને વેસ્ટઈન્ડિઝને 2 મેચમાં જીત મળી છે.

બન્ને ટીમો

વેસ્ટઈન્ડિઝઃ જેસન હોલ્ડર(કેપ્ટન), ફૈબિયાન એલેન , કાર્લોસ બ્રૈથવેટ, ડેરેન બ્રાવો , શેલ્ડન કોટરેલ, શેનોન ગૈબ્રિએલ , ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર , શાઈ હોપ , ઈવિન લેવિસ , એશ્વે નર્સ , નિકોલસ પૂરન , કેમાર રોચ, આંદ્રે રસેલ , ઓસાને થોમસ

દક્ષિણ આફ્રીકાઃ ફાફ ડુપ્લેસિસ(કેપ્ટન), હાશિમ અમલા , ક્વિંટન ડીકોક(વિકેટ કીપર), રસી વાન ડર ડુસેન , જેપી ડુમિની , ડેવિડ મિલર , એન્ડિલે ફેહલુકવાયો, ડ્વાઈન પ્રીટોરિયસ , કગિસો રબાડા , લુંગી એંગિડી, ઈમરાન તાહિર , એડેન માર્કરામ , તબરેજ શમ્સી, ક્રિસ મોરિસ

X
South Africa-West Indies match will start in a short time, the tournament has not won against the African team for 16 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી