એબી ડીવિલિયર્સની કલમે / અમે શું કરી શકીએ છીએ તે જોવા માટે અમારી પાસે હજી પણ 8 તક

Divyabhaskar.com

Apr 13, 2019, 12:20 PM IST
We still have 8 opportunities to see what we can do say A B devilliers
X
We still have 8 opportunities to see what we can do say A B devilliers

  • ડીવિલિયર્સે કહ્યું- હાર માટે બહાના કાઢવાનું આરસીબીએ છોડી દીધું
  • અમારી ઈમાનદારી અને પ્રતિબદ્ધતા ઉપર કોઈ સવાલ ન ઉઠાવી શકે- ડીવિલિયર્સ

સ્પોર્ટસ ડેસ્ક. તમે અમારી બેટિંગ બાબતે ટીકા કરી શકો. એમ પણ કહી શકો કે આરસીબીની બેટિંગમાં એકસૂત્રતા નથી. અમારી બોલિંગની પણ ટીકા કરી શકો. આખરી સમયે અમે બોલિંગમાં નિયંત્રણ ગુમાવી દઈએ છીએ તેવું પણ કહી શકો. માત્ર એટલું જ નહીં ફિલ્ડીંગની પણ ટીકા કરી તેને ખૂબ ખરાબ ગણાવી શકો.આ બધું તો ઠીક હવે આરબીસીએ હારનો સામનો કરતાં હવે તેની પાછળનાં કારણો(બહાના)ઓનો સહારો લેવાનું છોડી દીધું છે.

ક્યાંક ને ક્યાંક અમને સન્માન મળતું રહ્યું છે

1.ઈમાનદારીથી કહું તો, અમારી પ્રતિબદ્ધતા ઉપર કોઈ સવાન ઉઠાવી ન શકે. એક મહિના પહેલાં જ અમે જ્યારે આ ટુર્નામેન્ટની તૈયારી શરૂ કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી અભ્યાસમાં અમે ખૂબ મહેનત કરી છે. તેમાં કોઈ કસર નથી છોડી. જેના પરિણામે નિશ્ચિત રૂપે ક્યાંક ને ક્યાંક અમને સન્માન મળતું રહ્યું છે. આ વાતો સાંભળવામાં ખૂબ સારી લાગે પણ હવે અમારું પ્રદર્શન જ અમને આ કુંડાળામાંથી બહાર કાઢી શકે તેમ છે.
2.જીતની ભૂખ દેખાવી ખૂબ જરૂરી છે. જોકે, અમે અત્યારસુધી ઘણી મેચ હારી ચૂક્યા છીએ. છતાં હજી પણ અમારી પાસે 8 તક છે. જેથી અમને અમારી ક્ષમતાની અનુભૂતિ થાય અને એ બતાવવાનો સમય આવી ગયો છે કે અમે શું કરી શકીએ છીએ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી