આઇપીએલ-12 / દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ

Today 34th match of IPL 12, Delhi vs Mumbai
X
Today 34th match of IPL 12, Delhi vs Mumbai

  • પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવવા માટે બંને વચ્ચે ટક્કર 
  • ફીરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે રમાશે આજની મેચ
  • આ ગ્રાઉન્ડ પર દિલ્હીનો સક્સેસ રેટ 43 ટકા, મુંબઈ 46 ટકા મેચ જીત્યું

Divyabhaskar.com

Apr 18, 2019, 09:14 AM IST
સ્પોર્ટસ ડેસ્ક. આઇપીએલ-12માં આજે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચ યોજાશે. શરૂઆતની કેટલીક મેચમાં અનિયમિત પર્ફોરમન્સ પછી મુંબઇ ઇન્ડિયન્સે ગત કેટલીક મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. અને ગત 3માંથી 2 મેચમાં જીત્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની યુવાન ટીમે ગત 3માંથી ત્રણ મેચ જીતી છે. જોકે બંને ટીમના 8 મેચમાં 10 પોઇન્ટ છે. હાલ નેટ રનરેટના આધારે દિલ્હી બીજા અને મુંબઇ ત્રીજા ક્રમે છે. 

આજે જીતનારી ટીમ બીજા ક્રમ માટે નક્કી

દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં યોજાનારી મેચમાં જે ટીમને જીત મળશે, તેની ટેબલમાં બીજા ક્રમે જગ્યા નક્કી છે. મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા, ડિકોક, પોલાર્ડ, હાર્દિક પંડયા જેવા હિટર્સ છે. જ્યારે બુમરાહ, મલિંગાની આગેવાનીમાં બોલિંગ પણ પ્રભાવી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે પણ 3 મેચમાં બેંગ્લોર, કોલકાતા અને હૈદરાબાદને હરાવ્યું છે. 
2. 2017માં માત્ર 66 રનમાં ઓલઆઉટ થઈ હતી દિલ્હીની ટીમ
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છેલ્લે 6 મે, 2017માં હરાવ્યું હતું. ફિરઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટ ગુમાવીને 212 રન કર્યા હતા. જેની સીમે દિલ્હીની ટીમ 13.4 ઓવરમાં માત્ર 66 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી બંને ટીમો વચ્ચે 3 મેચ રામાયી છે. ત્રણેય મેચમાં દિલ્હીની ટીમ જીતી છે. 
3. દિલ્હીએ હોમગ્રાઉન્ડ ઉપર જીતવા કરતાં હારનો વધુ સામનો કર્યો
હોમગ્રાઉન્ડ પર દિલ્હીની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો આ મેદાન ઉપર આઈપીએલની કુલ 70 મેચ રમી ચૂકી છે. જેમાંથી 38 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 30 મેચમાં જ વિજેતા બની શકી છે. તો એક મેચ રદ થઈ હતી અને અન્ય એક મેચનું રિઝલ્ટ પેન્ડિંગ રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર 13 મેચ રમ્યુ છે જેમાંથી 6 મેચમાં જીત મેળવી છે. 
4. બંને ટીમો સારા ફોર્મમાં છે
દિલ્હીની ટીમ યોગ્ય સમયે સારા ફોર્મમાં આવી છે. તેની પાસે શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ ઐયર, ઋષભ પંત જેવા સારા બેટસમેન છે. તો મુંબઈને હળવાશમાં લેવું તેમના માટે ભારે પડી શકે છે. કેમકે તેમની પાસે પણ જશપ્રિત બુમરાહ, લસિથ મલિંગા અને કૃણાલ પંડ્યા જેવા સારા બોલર્સનું બેકઅપ છે. મુંબઈની બેટિંગમાં રોહિત શર્મા, ક્વિન્ટન ડી કૉક અને હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં છે.
5. ધીમી પીચ મુશ્કેલી સર્જી શકે છે
આ મેદાન પર છેલ્લી મેચ દિલ્હી અને સરનાઈઝર્સ વચ્ચે રમાયી હતી. જેમાં પીચને લઈને દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગની સાથે ટીમના વ્યવસ્થાપકે પણ વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવું એ રહ્યું કે આ વખતે પીચ ક્યુરેટર કેવા પ્રકારની પીચ બનાવે છે. જો પહેલાની જેમ જ ધીમી પીચ રહેશે તો બંને ટીમો માટે મુશ્કેલી સર્જી શકે છે. 
6. બંને ટીમો
દિલ્હી કેપિટલ્સઃ  શ્રેયસ ઐયર(કેપ્ટન), ઋષભ પંત(વિકેટ કિપર), પૃથ્વી શૉ, અમિત મિશ્રા, આવેશ ખાન, રાહુલ તેવટીયા, જયંત યાદવ, કૉલિન મુનરો, ક્રિસ મૉરિસ, કસિગો રબાડા, સંદીપ લમિછાં, ટેન્ટ બોલ્ટ, શિખર ધવન, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, અંકુશ બેન્સ, નાથૂ સિંહ, કૉલિન ઈનગ્રામ, શેરફેન રદરફોર્ડ, કીમો પૉલ, જલજ સક્સેના, બંડારૂ ઐયપ્પા.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન) હાર્દિક પંડ્યા, યુવરાજસિંહ, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન(વિકેટ કિપર) સૂર્યકુમાર યાદવ, મયંક માર્કંડેય, રાહુલ ચહર, અનુકૂલ રૉય, સિદ્ધેશ લાડ,આદિત્ય તારે, ક્વિન્ટડ ડીકોક, એવિન લુઈસ, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેક્લેનગન, એડમ મિલ્ને, જેસન બેહરેનડૉર્ફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરન, પંકજ જયસ્વાલ, રસિખ સલામ, જસપ્રિત બુમરાહ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી