આઇપીએલ-12 / સનરાઇઝર્સની સામે આજે ટોપ પર ચાલી રહેલી ચેન્નાઇની મેચ

IPL 12 today 33rd match: CSK Vs SRH in hyderabad
X
IPL 12 today 33rd match: CSK Vs SRH in hyderabad

  • ધોની 8 મેચમાં 76.66ની એવરેજ સાથે 230 રન બનાવી ટીમનો બેસ્ટ સ્કોરર
  • બોલર્સમાં ઈમરાન તાહિર 13 અને દિપક ચહર 10 વિકેટ લઈને સફળ રહ્યા
  • હૈદરાબાદનાં કેપ્ટન ભુવનેશ્વર કુમારે 7 મેચમાં માત્ર 5 વિકેટ લઈ  8.74ની ઈકોનોમીથી રન આપ્યા

Divyabhaskar.com

Apr 17, 2019, 12:20 PM IST
સ્પોર્ટસ ડેસ્ક. આઇપીએલ-12માં આજે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ યોજાશે. એક તરફ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ 8 મેચમાં 7 મેચ જીતીને મજબૂતીથી ટોપ પર ચાલી રહી છે. સીએસકે 14 પોઇન્ટે છે. જ્યારે એસઆરએચના 7 મેચમાં 6 પોઇન્ટ છે. ગત ત્રણ મેચમાં એસઆરએચને દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સથી હારનો સામનો કરવો પડ્યો છે. એક અને એસઆરએચની મુશ્કેલી વધી જશે. તે ખૂબ જ સંતુલિતમાં જોવા મળી રહેલી એસઆરએચ માટે મિડલ ઓર્ડર ચિંતા વધારી રહ્યો છે. 

હૈદરાબાદનાં બોલર્સ ફોર્મમાં

વિજય શંકરે કેટલીક સારી ઇનિંગ્સ રમી, પરંતુ તે ના તો મેચ ફિનિશ કરી શકે છે કે ના મોટી ઇનિંગ્સ રમી શકે છે. જોકે કેન વિલિયમ્સનનું ટીમમાં પરત ફરવું ટીમના મિડલ ઓર્ડરની સાથે-સાથે કેપ્ટનીની સમસ્યાને દૂર કરી શકે છે. ઓપનર ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો સારા ફોર્મમાં છે. ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને રાશિદ ખાનની હાજરી બોલિંગને મજબૂત બનાવી છે. 
2. આઈપીએલ-12 પોઈન્ટ ટેબલ
રેન્ક ટીમ મેચ જીત હાર  પોઈન્ટ
1 ચેન્નાઈ સુપર કિંગ્સ 8 7 1 14
2 દિલ્હી કેપિટલ્સ 8 5 3

10

3 મુંબઈ ઈન્ડિયન્સ 8 5 3 10
4 કિંગ્સ ઈલેવન પંજાબ 9 5 4 10
5 કોલકાતા નાઈટ રાઈડર્સ 8 4 4 8
6 સનરાઈઝર્સ હૈદરાબાદ 7 3 4 6
7 રાજસ્થાન રોયલ્સ 8 2 6 4
8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 1 7 2
3. બંને ટીમો
સેન્નાઈ સુપરકિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની(કેપ્ટન), કેએમ આસિફ, સૈમ બિલિંગ્સ, ચૈતન્ય બિશ્નોઈ, ડ્વેન બ્રાવો, દિપક ચહર, ફાફ ડુપ્લેસિસ, ઋતુરાજ ગાયકવાડ, હરભજનસિંહ, ઈમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, નારાયણ જગદીશ, સ્કોટ કુગલિન,મોનુ કુમાર, સુરેશ રૈનાસ અંબાતી રાયડૂ, મિશેલ સેન્ટનર, કર્ણ શર્મા, ધ્રુવ શોરે, મોહિત શર્મા, શાર્દુલ ઠાકુર, મુરલી વિજય, શેન વોટસન, ડેવિડ વિલી.
સનરાઈઝર્સઃ ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), ડેવિડ વૉર્નર, એભિષેક શર્મા, જોની બેયરસ્ટો, ખલીલ અહેમદ, રિકી ભૂઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, દીપક હુડ્ડા, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ નબી, શહબાજ નદીમ, ટી. નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, રિધ્ધિમાન શાહા, સંદિપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલિ સ્ટેનલેક.
5. હૈદરાબાદ હોમગ્રાઉન્ડ ઉપર બે મેચ હારી ચૂક્યું છે
આઈપીએલ સિઝનમાં બંને ટીમો અત્યાસ સુધી 11 મેચ રમી ચૂકી છે. જેમાંથી ચેન્નાઈ 9 મેચમાં જ્યારે હૈદરાબાદ માત્ર 2 મેચ જીત્યું છે. રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે બંને ટીમો 3 મેચ રમી ચૂકી છે. જેમાંથી બે મેચ ચેન્નાઈના ફાળે અને એક મેચ હૈદરાબાદના પક્ષમાં રહી છે. હૈદરાબાદ આ સિઝનમાં આ મેદાન પર 4 મેચ રમી ચૂક્યું છે. જેમાંથી 2 મેચમાં વિજય હાંસલ કર્યો છે. જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 
6. હૈદરાબાદના ઓપનર્સ ઉપર વધુ મદાર
હૈદરાબાદ જીત માટે તેના ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેયર્સ્ટો પર સૌથી વધુ મદાર રાખે છે. ટીમના અન્ય બેટ્સમેન અત્યારસુધી કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યા. ઓલરાઉન્ડર વિજય શંકર ગત મેચમાં માત્ર એક જ રન બનાવી શક્યો હતો. શંકરે અત્યાર સુધી 7 મેચમાં 132 રન બનાવ્યા છે. જેમાં એક મેચમાં સૌથી વધુ રન 40 બનાવ્યા હતા. 
હૈદરાબાદના બોલર્સ હાલ ફોર્મમાં છે. સંદીપ શર્મા 7 મેચમાં 8 વિકેટ લઈને સફળ બોલર રહ્યો છે. જોકે રાશિદ ખાન ગત સિઝન જેવું પ્રદર્શન નથી કરી શક્યો. તેની 7 મેચમાં 6 જ વિકેટ લઈ શક્યો છે. સિદ્ધાર્થ કૌલને પણ 6 જ વિકેટ મળી છે. તો કેપ્ટન ભુવનેશ્વર કુમારે 7 મેચમાં માત્ર 5 વિકેટ જ લીધી છે. તેણે 8.74ની ઈકોનોમીથી રન આપ્યા છે. 
8. ચેન્નાઈનું ઓલરાઉન્ડ પ્રદર્શન
ચેન્નાઈ સુપરકિંગ્સ બધી રીતે સંતુલિત ટીમ છે. ચેન્નાઈએ છેલ્લી મેચમાં કોલકાતાને 5 વિકેટે હરાવી હતી. ટીમમાં બેટસમેન શેન વોટસન, સુરેશ રૈનાસ ફાફ ડુપ્લેસિસ અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીઓ છે. તો બોલિંગમાં ઈમરાન તાહિર અને હરભજનસિંહ સારી પેઠે ટીમની જવાબદારીનું વહન કરી રહ્યા છે.  
ગત મેચમાં સુરેશ રૈનાએ 58 રન બનાવ્યા હતા. તો સ્પિનર તાહિરે 27 રન આપીને 4 વિકેટ લઈ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ધોની પણ હાલ સારા ફોર્મમાં છે. તેણે 8 મેચમાં 76.66ની એવરેજ સાથે 230 રન બનાવી પોતાની ટીમના બેસ્ટ સ્કોરર રહ્યો છે. બોલર્સમાં ઈમરાન તાહિર 13 વિકેટ અને દિપક ચહર 10 વિકેટ લઈને સફળ રહ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી