હર્ષા ભોગલેની કલમે / આઈપીએલની આ સિઝનમાં કેપ્ટન્સી બાબતે અશ્વિન પણ ધોનીની હરોળમાં

Ashwin also ranks of captains with Dhoni in this IPL season
X
Ashwin also ranks of captains with Dhoni in this IPL season

  • કિંગ્સ ઈલેવન પંજાબ 9માંથી 5 મેચ જીતીને ટોપ-4માં સામેલ છે
  • પંજાબે તેની છેલ્લી મેચ રાજસ્થાન સામે 182 રન બનાવીને જીતી હતી

Divyabhaskar.com

Apr 18, 2019, 10:40 AM IST
સ્પોર્ટસ ડેસ્ક. આઈપીએલની આ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સતત સફળતા તરફ આગળ વધી રહી છે. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં આ ટીમ પાસેથી એટલી આશા નહોતી. ટીમના સંતુલનને લઈને કેટલાંક સવાલો ઉઠી રહ્યા હતા. જે કેટલાક અંશે સાચા પણ હતા.

પંજાબનાં નવોદિત ખેલાડીઓનું પણ સારૂં પ્રદર્શન

આપણે હાલ એ તો નથી જાણતા કે પંજાબની ટીમ પ્લે ઓફમાં જગ્યા બનાવી શકશે કે કેમ? રાજસ્થાન રોયલ્સ સામે 182 રન બનાવ્યા પછી બોલર્સ પાસેથી સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ તે એટલી મજબૂત નહોતી જણાયી.
મોહમ્મદ શમી સારી લયમાં હતો. પણ ટી-20માં તેનો રેકોર્ડ સાધારણ રહ્યો છે. સફેદ બોલ માટે આર. અશ્વિનના નામનો વિચાર હોતો નથી. મુરૂગન અશ્વિન લેગસ્પીનર્સમાંનું એક નામ છે. અર્શદીપ સિંહનું નામ તો કદાચ જ સાંભળ્યું હશે. 
ઇફઘાનિસ્તાનના યુવા ખેલાડી મુજીબ માટે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કંઈ ખાસ નથી રહ્યું. છતાં પણ કેટલીક ઓવરોને બાદ કરતાં પંજાબના બોલર્સે રાજસ્થાનની ટીમને કમબેક કરવાનો મોકો નહોતો આપ્યો. 
પંજાબના બેટમેનની વાત કરીએ તો ક્રિસ ગેઈલની બેટિંગની શરૂઆત અને કે એલ રાહુલની પીચ ઉપર નવી ભૂમિકા. બંને ક્રિઝ પર ગયા પછી સમય વિતાવવા માટે થોડો સમય લેછે. અને વધુ બોલ રમવાનો પ્રયત્ન કરે છે.
મયંક અગ્રવાલ કંઈપણ કહ્યા વિના પોતાનું કામ કરી જાય છે. પરંતુ માત્ર આટલી જ વસ્તુઓ ટીમને પ્લે ઓફ સુધી લઈ જવામાં પુરતી નથી. ટીમની સફળતાની અસલી ચાવી કેપ્ટન અશ્વિન પાસે છે. આઈપીએલની આ સિઝનમાં કેપ્ટન્સી મામલે તે ધોનીની હરોળમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. 
ટીમ તરફ નજર કરીએ તો અંદાજ આવી જશે કે લીડર કોણ છે. અશ્વિન નિર્ણય લેવામાં પાછો નથી પડતો. પોતાની વાત મૂક્યા પછી તેના ઉપર અડગ રહે છે. અને તેમાં પણ ખુશીનો આનંદ માણે છે. તે સારી કેપ્ટન્સી કરવાની સાથે સારી બોલિંગ પણ કરી લે છે. જો પંજાબ પ્લેઓફમાં જગ્યા બનાવશે તો તેનો શ્રેય પણ કેપ્ટન અશ્વિનને ફાળે જ જાય.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી