આઇપીએલ12 / રાજસ્થાન સામે જીતી પંજાબ સતત બે હારમાંથી બહાર આવવા પ્રયત્ન કરશે

Divyabhaskar.com

Apr 16, 2019, 12:33 PM IST
32nd Match of IPL 12 at mohali stadium rajasthan vs punjab
X
32nd Match of IPL 12 at mohali stadium rajasthan vs punjab

સ્પોર્ટ્સ ડેસ્ક. આઇપીએલ-12માં આજે કિંગ્સ ઇલેવન પંજાબની મેચ રાજસ્થાન રોયલ્સ સામે થવાની છે. મોહાલીમાં યોજાનારી આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ જીતના રસ્તે પરત ફરવાની કોશિષ કરશે. ટીમને ગત 2 મેચમાં સતત હાર મળી છે. જોકે ટીમ 8 મેચમાં 8 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે ગત મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને તેમના જ ઘરમાં હરાવ્યું હતું. 

પોઈન્ટ ટેબલમાં પંજાબ 5માં અને રાજસ્થાન 7માં ક્રમે

1.આ પછી ટીમનું મનોબળ નબળું પડી ગયું હતું. એક બીજી જીત તેમને પોઇન્ટ ટેબલમાં એક ક્રમ ઉપર લાવી શકે છે. જોકે રાજસ્થાન માટે કેપ્ટન રહાણેની મોટી ઇનિંગ્સ ન રમવી એક ચિંતાનો વિષય છે. રહાણેને સતત ઘણી મેચોમાં સ્ટાર્ટ તો મળે છે. પરંતુ તે 20-30 રનની મોટી ઇનિંગ્સમાં બદલી શકતો નથી. જ્યારે ગૌતમ અને ગોપાલની સારી ઇનિંગ્સથી ટીમને સારી મદદ મળે છે. 
2.કિંગ્સ ઇલેવન માટે મિડલ ઓર્ડર ચિંતાનો વિષય છે. કેએલ રાહુલ, ક્રિસ ગેલ અને મયંક અગ્રવાલે ટોપ ઓર્ડરમાં સારી રમત રમી હતી, પરંતુ સરફરાઝ ખાન, સેમ કરન અને મંદીપ સિંહે નિરાશ કર્યા છે. 
બંને ટીમો
3.રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સંજૂ સેમસન, શ્રેયસ ગોપાલ, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ, કૃષ્ણપ્પા ગૌતમ, જોસ બટલર(વિકેટ
કિપર), જોફરા આર્ચર, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ. બેન સ્ટોક્સ, વરૂણ એરોન, મનન વોહરા, આર્યમન બિરલા, શશાંક સિંહ, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની,શુભમન રંજાને, મહિપાલ લોમરોર, પ્રશાંત ચોપડા, ઈશ સોઝી, ઓશાને થૉમસ, સુધીસન મિથુન.
4.પંજાબઃ આર.અશ્વિન(કેપ્ટન), લોકેશ રાહુલ(વિકેટ કિપર), ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, મુજીબ ઉર રહમાન, કરૂણ નાયર, ડેવિડ મિલર, મનદીપ
સિંહ, સૈમ કરન, એન્ડ્રૂ ટાય, મુરૂગન અશ્વિન, મોહમ્મદ શામી, મોઈસેસ હેનરિક્સ, વરૂણ ચક્રવર્તી, હરપ્રીત બરાર, સિમરન સિંહ, નિકોલસ પૂરન, હાર્ડુસ વિલજોએન, અંકિત રાજપૂત, અર્શદીપ સિંહ, દર્શન, અગ્નિ અયાચી.
5.પંજાબની ટીમ છેલ્લી બે મેચ સતત હારી છે. કુલ 8 મેચ રમીને 8 અંક સાથે હાલ પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પણ સતત બે મેચ હારી છે. રાજસ્થાન હાલ 7માંથી 5 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે હાલ સાતમાં સ્થાને છે. 8માં સ્થાને રહેલી રોયલ ચેલેન્જર બેંગ્લોર હવે પ્લેઓફમાંથી બહાર નીકળી ગઈ છે. જો રાજસ્થાનની પંજાબ સામે જીત થાય તો તે છઠ્ઠા ક્રમે પહોંચી શકે તેવી શક્યતા છે. 
મોહાલીમાં છ વર્ષથી રાજસ્થાન જીત્યું નથી
6.આઈપીએલમાં બંને ટીમો વચ્ચે થયેલી કુલ મેચની વાત કરીએ તો 18 મેચ રમી ચૂક્યા છે. જેમાં રાજસ્થાન 10 અને પંજાબ 8 મેચ જાત્યું છે. છેલ્લી પાંચ મેચમાં પંજાબ ત્રણ અને રાજસ્થાન બે મેચ જાત્યું છે. બીજી તરફ મોહાલીમાં બંને વચ્ચે અત્યારસુધી 6 મેચ રમાયી છે. જેમાંથી રાજસ્થાનના ફાળે માત્ર બે મેચ રહી હતી. આ મેદાન પર છેલ્લે 2013માં રાજસ્થાન જીત્યું હતું. ત્યારબાદ અહીં એકપણ મેચ જીતી શક્યું નથી.
આઈપીએલ-12 પોઈન્ટ ટેબલ 
7.
રેન્ક ટીમ મેચ જીત હાર પોઈન્ટ 
1 ચેન્નાઇ સુપર કિંગ્સ 8 7 1 14
2 દિલ્હી કેપિટલ્સ 8 5 3 10
3 મુંબઇ ઇન્ડિયન્સ 8 5 3 10
4 કોલકાતા નાઇટ રાઇડર્સ 8 4 4 8
5 કિંગ્સ ઇલેવન પંજાબ 8 4 4 8
6 સનરાઇઝર્સ હૈદરાબાદ 7 3 4 6
7 રાજસ્થાન રોયલ્સ 7 2 5 4
8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 1 7 2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી