તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ સ્ટેન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે જોડાશે, ઈજાગ્રસ્ત નેથન કુલ્ટર નાઇલને રિપ્લેસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેલ સ્ટેન રોયલ ચેલેન્જર્સ માટે 19 તારીખથી ઉપલબ્ધ હશે, ત્યારે બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની 9મી મેચ રમશે  
  • સ્ટેન બેંગ્લોર માટે 2008થી 2010 દરમિયાન 28 મેચમાં 27 વિકેટ લઈ ચૂક્યો છે
  • 2018 અને 2019ના ઑક્શનમાં સ્ટેનને કોઈએ ખરીદ્યો નહતો

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત બોલર નેથન કુલ્ટર નાઇલને રિપ્લેસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો છે. તે 19મી એપ્રિલથી બેંગ્લોર માટે ઉપલબ્ધ હશે, તે દિવસે બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની 9મી મેચ રમવાનું છે. કુલ્ટર નાઇલ બેક ઇન્જરીના લીધે બેંગ્લોરની ટીમ સાથે જોડાઈ શકે તેમ નથી. સ્ટેન બે સિઝન પછી આઇપીએલમાં રમશે. તે છેલ્લે 2016માં ગુજરાત લાયન્સ માટે રમ્યો હતો. ત્યારે પણ તે એક જ મેચ રમીને ઇજાના લીધે ટુર્નામેન્ટની બહાર થઇ ગયો હતો.

2018 અને 2019ના ઑક્શનમાં સ્ટેનને કોઈએ ખરીદ્યો નહતો

સ્ટેન 2008થી 2010 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 28 મેચ રમ્યો હતો, જેમાં તેણે 27 વિકેટ ઝડપી હતી. સ્ટેને 2017ના ઑક્શનમાં ઇજાના લીધે ભાગ લીધો ન હતો, જયારે 2018 અને 2019ના ઑક્શનમાં તેને કોઈએ ખરીદ્યો નહતો.